Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs NZ: હાર્દિકને ખોટી રીતે આઉટ આપવા પર ઈશાને કરી આ હરકત, ગાવસ્કરે લગાવી ક્લાસ

IND vs NZ: હાર્દિકને ખોટી રીતે આઉટ આપવા પર ઈશાને કરી આ હરકત, ગાવસ્કરે લગાવી ક્લાસ
, ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (11:50 IST)
IND vs NZ: ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની પહેલી મેચ હૈદરાબાદમાં રમાશે. આ મેચમાં ટીમ ઈંડિયાએ 12 રનથી જીત મેળવી. પહેલા બેટિંગ કરતા આ મુકાબલામાં ટીમ ઈંડિયાએ 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા.  જવાબમાં ન્યુઝીલેંડની ટીમ 337 રન પર ઓલઆઉટ થઈ ગઈ.  પણ આ મેચમાં મોટો બબાલ મચી ગયો હતો.  આ મેચમાં બેટથી ફ્લોપ રહેલા ઈશાન કિશને વિકેટ પાછ રહેતા કંઈક એવુ કહી દીધુ કે તેમણે ક્રિકેટ ફેંસ ઉપરાંત દિગ્ગજોનુ ધ્યાન પણ પોતાની તરફ ખેંચી લીધુ. 
 
ઈશાને વિકેટ પાછળ શુ કર્યુ ? 
 
કેએલ રાહુલની ગેરહાજરીમાં ઈશાન કિશન આ મેચમાં એક વિકેટકીપરના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ખેલાડીએ ન્યુઝીલેંડના દાવની 16મી ઓવરમાં કંઈક એવુ કર્યુ કે તેઓ ચર્ચામાં આવી ગયા. આ ઓવરમાં કુલદીપ યાદવ બોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ન્યુઝીલેંડના બેટસમે ટૉમ લૈથમે તેમની ઓવરની ચોથી બોલને આરામથી ડિફેંસ કર્યો. પણ ત્યારે પાછળથી ઈશાને પોતાના ગ્લબ્ઝ વડે બેલ્સને પાડી નાખ્યા. એટલુ જની ઈશાન અપીલ પણ કરવા લાગ્યા. મેદાની અંપાયર્સે નિર્ણયને થર્ડ અંપાયરની પાસે મોકલી દીધો. રીપ્લેમાં જોવા મળ્યુ કે લૈથમ પોતાની ક્રીઝ પર જ ઉભા હતા. બીજી બાજુ આ પૂરી ઘટના પછી ઈશાન હસતા જોવા મળ્યા. 
 
ગાવસ્કરને પસંદ ન આવી ઈશાનની હરકત 
 
ઈશાને મજાકમાં આ બધુ કહી તો દીધુ પણ દિગ્ગજોને તેમની આ વાત પસંદ ન પડી. આ મેચ દરમિયાન કમેંટ્રી કરી રહેલ સુનીલ ગાવસ્કર અને મુરલી કાર્તિકે આ ઘટના પછી ઈશાન કિશનની આલોચના કરી. ગાવસ્કરે અહી સુધી કહી દીધુ કે આ ક્રિકેટ નથી. પણ ભારતની રમત દરમિયાન ટૉમ લૈથમે પણ હાર્દિક પંડ્યાને આ જ રીતે આઉટ કર્યો હતો.  જ્યારબાદ ખૂબ બબાલ થઈ હતી. 
 
હાર્દિકને પણ આઉટ આપ્યો હતો 
 
ભારતની રમત દરમિયાન 40મી ઓવરની ચોથી બોલ પર કંઈક એવુ થયુ જેને કારણે બબાલ મચી ગયો છે. આ ઓવરને ડૈરિલ મિચેલ ફેંકી રહ્યા હતા. ત્યારે થર્ડ મેનની તરફ એક શૉટ રમવાના ચક્કરમાં હાર્દિક ચૂકી ગયા અને બોલ સીધી વિકેટકીપર ટૉમ લૈથમના ગ્લબ્ઝમાં ચોંટી ગઈ. 
 
ત્યારબાદ ન્યુઝીલેંડની ટીમે અપીલ કરી અને મેદાની અંપાયરે નિર્ણયને થર્ડ અંપાયર પાસે મોકલી દીધો. રિપ્લેમાં પહેલા જોવા મળ્યુ કે ક્યાક બોલ હાર્દિકના બેટને ટચ તો નથી થઈ. પણ આવુ નહોતુ અને બોલ ખૂબ ઉપરથી જઈ રહી હતી. આ પૂરી ઘટના દરમિયાન લૈથમના ગ્લબ્ઝથી સ્ટંપ્સના ઉપરથી બેલ્સ પણ પડી ગઈ હતી. રીપ્લેમાં સ્પષ્ટ જોઈ શકાતુ હતુ કે બોલ વિકેટની ખૂબ ઉપરથી જઈ રહી હતી. પણ થર્ડ અંપાયરે બધાને ચોંકાવતા હાર્દિકને બોલ્ડ આઉટ આપ્યો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં ૧૦૭૭ વ્યાજખોરો સામે ગુના દાખલ, ૬૯૯ ધરપકડ અને ૬૪૩ વ્યાજખોરો સામે એફ.આઇ.આર દાખલ