rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્મૃતિ મંઘાના સાથે લગ્નને લઈને પલાશ મુચ્છલની માતાએ તોડ્યુ મૌન, આપ્યુ આ મોટુ અપડેટ.. વાચો

Smriti Mandhana
, શુક્રવાર, 28 નવેમ્બર 2025 (13:20 IST)
ફેંસ હજુ પણ સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન વિશે અટકળો કરી રહ્યા છે. લગ્નના દિવસે જ સ્મૃતિના પિતાની તબિયત અચાનક બગડી ગઈ. હૃદયમાં દુખાવો થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાની ફરજ પડી. તણાવને કારણે પલાશની તબિયત પણ બગડી ગઈ અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
 
હવે જ્યારે સ્મૃતિના પિતા અને પલાશ બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારે ફેંસ આશા રાખી રહ્યા છે કે લગ્નની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. દરમિયાન, પલાશની માતા અમિતા મુછલે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરી અને તેમના લગ્ન અંગે નિવેદન આપ્યું.
 
પલાશની માતાએ તોડ્યુ મૌન 
પલાશની માતા અમિતાએ કહ્યું, "સ્મૃતિ અને પલાશ બંને ખૂબ મુશ્કેલ સમયમાં છે. પલાશે તેની દુલ્હનને ઘરે લાવવાનું સ્વપ્ન જોયું હતું. મેં તેમના માટે ખાસ રિસેપ્શનનું પણ આયોજન કર્યું હતું... બધું સારું થઈ જશે, લગ્ન ખૂબ જ જલ્દી થશે."
 
તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે લગ્ન રદ કરવામાં આવ્યા નથી, પરંતુ ફક્ત મુલતવી રાખવામાં આવ્યા છે. બંને પરિવારોનું સ્વાસ્થ્ય હાલમાં પ્રાથમિકતા છે, પરંતુ લગ્ન સંપૂર્ણપણે અપેક્ષિત છે.
 
સોશિયલ મીડિયા પર ડિલીટ કરાયેલી પોસ્ટ્સએ અફવાઓને આપ્યો વેગ 
લગ્ન મુલતવી રાખ્યા બાદ, સ્મૃતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી લગ્ન સંબંધિત લગભગ બધી પોસ્ટ્સ ડિલીટ કરી દીધી. આ વ્યવ્હારથી સોશિયલ મીડિયા પર વ્યાપક અટકળો શરૂ થઈ ગઈ. જોકે, પલાશની માતાના નિવેદનથી હવે આનો અંત આવ્યો છે.
 
પલાશની બગડતી તબિયતે ચિંતા પેદા ઉભી કરી 
લગ્ન મુલતવી રાખ્યા પછી, પલાશનું બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું અને તેને શરૂઆતમાં સાંગલીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. તેની હાલત હવે સ્થિર છે, અને ડોક્ટરોએ તેને રજા આપી દીધી છે.
 
જેમીમાહ રોડ્રિગ્ઝે પણ સ્મૃતિનો આપ્યો સાથ   
આ મુશ્કેલ સમયમાં સ્મૃતિને ટેકો આપવા માટે, ટીમ ઇન્ડિયાની સ્ટાર ક્રિકેટર જેમીમાહ રોડ્રિગ્ઝે WBBL માંથી ખસી ગઈ છે અને ભારત પરત ફરી છે. આનાથી ફેંસના અટકળોને વધુ વેગ મળ્યો છે કે આ મામલો ફક્ત "તબિયત બગડ્વા" સુધી સીમિત નથી 
 
હાલ માટે, બંને પરિવારો કહી રહ્યા છે કે લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે, રદ કરવામાં આવ્યા નથી, અને બધું સામાન્ય થતાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચેતેશ્વર પુજારાના સાળાએ કર્યુ સુસાઈડ, આત્મહત્યાનુ કારણ જાણીને ચોંકી જશો, જાણો સમગ્ર મામલો