Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેસ્ટઈંડિઝ વિરુદ્ધ વનડે શ્રેણીમાંથી અચાનક બહાર થયા સિરાજ, સામે આવ્યુ આ મોટુ કારણ

વેસ્ટઈંડિઝ વિરુદ્ધ વનડે શ્રેણીમાંથી અચાનક બહાર થયા સિરાજ, સામે આવ્યુ આ મોટુ કારણ
, ગુરુવાર, 27 જુલાઈ 2023 (15:45 IST)
ભારત અને વેસ્ટઈંડિજ વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણી રમાવાની છે. આ સીરીઝમાં પહેલો મુકાબલો આજે રમાશે. આ સીરીજના શરૂ થતા પહેલા જ ટીમ ઈંડિયાને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો જ્યારે મોહમ્મદ સિરાજ અચાનક જ સ્વદેશ   પરત ફર્યા. સિરાજની ગેરહાજરી થી ટીમ ઈન્ડિયાની બોલિંગ ટીમને ખૂબ નુકશાન થઈ શકે છે.  ટીમ ઈન્ડિયા પાસે આ શ્રેણીમાં કોઈ અનુભવી ઝડપી બોલર નથી. આવી સ્થિતિમાં સિરાજની વાપસીને લઈને ઘણી મોટી વાતો કરવામાં આવી રહી હતી, પરંતુ હવે BCCIએ તેની વતન વાપસીને લઈને મોટો ખુલાસો કર્યો છે. બોર્ડે જણાવ્યું છે કે સિરાજ કયા કારણોસર ભારત પરત ફર્યો છે.

 
BCCI એ આપ્યુ નિવેદન 
 
વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI મેચ પહેલા ગુરુવારે મીડિયા રિપોર્ટ્સમાં સમાચાર આવ્યા હતા કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર આ સિરીઝમાં રમી શકશે નહીં. આ પછી ઘણા સવાલો ઉભા થવા લાગ્યા હતા, પરંતુ હવે BCCIએ તેની વાપસી પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે. બીસીસીઆઈએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે કે સિરાજ ઈજાના કારણે હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. બોર્ડે માહિતી આપી હતી કે મોહમ્મદ સિરાજને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાની ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જમણા હાથના ફાસ્ટ બોલરે પગની ઘૂંટીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને બીસીસીઆઈની મેડિકલ ટીમે સાવચેતીના પગલા તરીકે આરામ કરવાની સલાહ આપી છે. બીસીસીઆઈના આ અપડેટ પછી તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું કે તેને ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર કરવામાં આવ્યો.
 
બોર્ડે માહિતી આપી હતી કે મોહમ્મદ સિરાજને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાની ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જમણા હાથના ફાસ્ટ બોલરે પગની ઘૂંટીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને બીસીસીઆઈની મેડિકલ ટીમે સાવચેતીના પગલા તરીકે આરામ કરવાની સલાહ આપી છે. બીસીસીઆઈના આ અપડેટ પછી તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું કે તેને ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર કરવામાં આવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ