Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs WI: Playing 11 માંથી આ ચારમાંથી ફક્ત 2 ને જ મળશે તક, જાણો કોની ખુલશે કિસ્મત ?

india vs WI bowler
, મંગળવાર, 25 જુલાઈ 2023 (14:59 IST)
india vs WI bowler
ભારત અને વેસ્ટઈંડિઝ વચ્ચે 27 જુલાઈના રોજ પહેલી વનડે મેચ રમાશે. ટેસ્ટ સીરીઝ પછી રોહિતની નજર વનડે શ્રેણીમાં સારુ પ્રદર્શન કરવા પર રહેશે. ભારતીય ટીમમાં આઈપીએલ અને ઘરેલુ ટેસ્ટમાં સારુ પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓને સ્થાન મળ્યુ છે.  વેસ્ટઈંડિઝ ટૂર માટે ભારતીય ટીમમાં ચાર સ્પિનર્સને સ્થાન મળ્યુ છે.  તેમાથી ફક્ત બે જ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવી શકે છે.   આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.. 
 
ભારતીય ટીમમાં છે આ 4 સ્પિનર્સ 
 
1. રવિન્દ્ર જડેજા - ભારતીય ટીમમાં વેસ્ટઈંડિઝ પ્રવાસ માટે રવિન્દ્ર જડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને તક મળી છે. જડેજાનુ પ્લેઈંગ ઈલેવનમાં રમવુ ચોક્કસ લાગી રહ્યુ છે. કારણ કે તેઓ સારી બોલિંગ કરવા ઉપરાંત એક સારી બેટિંગ કરવામાં પણ નિપુણ પ્લેયર છે. તેમણે પહેલા પણ ટીમ ઈન્ડિયાને ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. તે પોતાની ઓવર ઝડપથી પૂરી કરે છે અને તે ખૂબ જ ઈકોનોમી સાબિત થાય છે. ફિલ્ડીંગમાં તેમની સ્ફૂર્તિ મેદાન પર કાયમ છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે 174 વનડેમાં 2526 રન બનાવ્યા છે અને 191 વિકેટ લીધી છે.
 
2. અક્ષર પટેલ-  છેલ્લા કેટલાક સમયથી જ્યારે રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હતા ત્યારે અક્ષર પટેલે ઓલરાઉન્ડરની ભૂમિકા સારી રીતે ભજવી છે. T20 વર્લ્ડ કપ 2022માં પણ અક્ષર સ્ટાર જાડેજાની જગ્યાએ રમવા આવ્યો હતો. તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં રમવાની તક મળી ન હતી. આ કારણથી તે વનડેમાં સ્થાન બનાવવા માટે પ્રબળ દાવેદાર છે. તેમણે ભારત માટે 51 વનડેમાં 58 વિકેટ લીધી છે.
 
3. યુઝવેન્દ્ર ચહલ - યુઝવેન્દ્ર ચહલે ભારત માટે તેની છેલ્લી ODI જાન્યુઆરી 2023માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી, પરંતુ પ્રથમ ODI થી તેમને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે. તેમણે ભારત માટે 75 T20 મેચમાં 91 વિકેટ લીધી છે.
 
4. કુલદીપ યાદવ - ભારતનો ચાઈનામેન બોલર કુલદીપ યાદવ જ્યારે પોતાની લયમાં હોય ત્યારે કોઈપણ બેટિંગ આક્રમણને તોડી શકે છે. ભારત માટે ODIમાં બે હેટ્રિક લેનાર તે એકમાત્ર બોલર છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે 81 વનડેમાં 134 વિકેટ લીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chandrayaan-3 પૃથ્વીની પાંચમી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે, આ તારીખથી ચંદ્રની પરિક્રમા કરશે, જાણો મિશનની દરેક અપડેટ