Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બેંગલુરૂને મળી પહેલી જીત - 129નો ટારગેટ અંતિમ ઓવરમાં મેળવી લીધો, મિડિલ ઓર્ડરે બચાવી લાજ, KKR પર ભારે પડી ભૂલ

બેંગલુરૂને મળી પહેલી જીત - 129નો ટારગેટ અંતિમ ઓવરમાં મેળવી લીધો, મિડિલ ઓર્ડરે બચાવી લાજ, KKR પર ભારે પડી ભૂલ
, બુધવાર, 30 માર્ચ 2022 (23:49 IST)
મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આઈપીએલની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. બેંગલુરુએ લો સ્કોરિંગ મેચ જીતી લીધી, પરંતુ છેલ્લી ઓવરમાં. છેલ્લી ક્ષણોમાં થયેલી ભૂલ કોલકાતા પર ભારે પડી. પ્રથમ બેટિંગ કરતા KKRએ RCB સામે 129 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
 
KKR માટે ટિમ સાઉથી અને ઉમેશે સારી બોલિંગ કરીને ટીમને મેચમાં વાપસી અપાવી હતી. સાઉથીએ 3 અને ઉમેશે 2 વિકેટ લીધી હતી. બેંગ્લોરનો ટોપ ઓર્ડર ધરાશાયી થઈ ગયો હતો, પરંતુ મિડલ ઓર્ડરમાં શાહબાઝ અને રધરફોર્ડે 39 રનની ભાગીદારી કરીને સ્કોર 100ને પાર કર્યો હતો. આ પછી દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલે ટીમને જીત સુધી પહોંચાડી હતી.
 
મેચની હાઈલાઈટ્સ 
 
1. KKRએ 19મી ઓવરમાં ગુમાવી મોટી તક 
 
 
19મી ઓવરના બીજા બોલ પર  KKRએ એક મોટી તક ગુમાવી દીધી. ખરેખર, દિનેશ કાર્તિકે શોટ રમ્યો હતો અને હર્ષલ પટેલ ઝડપથી રન માટે દોડ્યો હતો. જોકે, કાર્તિક તેની જગ્યાએ ઊભો રહ્યો. બંને બેટ્સમેન એક જ છેડે હતા, પરંતુ ઉમેશ યાદવના નબળા થ્રોએ કોઈ બેકઅપ ન હોવાને કારણે  KKRના હાથમાંથી  રન આઉટ થવાની તક મિસ થઈ હતી. બાદમાં કાર્તિક અને હર્ષલની જોડી મેચ પૂરી કરીને મેદાનમાંથી પરત ફર્યા હતા.
 
2 ઉમેશની સ્વિંગની આગળ RCBનો ટોપ ઓર્ડર ઢેર 
 
છેલ્લી મેચમાં CSK સામે પ્લેયર ઓફ ધ મેચ બનેલા ઉમેશ યાદવે આ મેચમાં પણ પોતાની ગતિ જાળવી રાખી હતી. ઉમેશે પ્રથમ બે ઓવરમાં અનુજ રાવત (0) અને પૂર્વ RCB કેપ્ટન વિરાટ કોહલી (12)ને આઉટ કર્યા હતા. અનુજ અને કોહલીએ વિકેટકીપર શેલ્ડન જેક્સનને કેચ આપી દીધા હતા.
 
3 પાવર પ્લેમાં આરસીબીએ 3 વિકેટ ગુમાવી 
 
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી અને પાવર પ્લેમાં ટીમે 36 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અનુજ રાવત (0), કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (5) અને વિરાટ કોહલી (12) રન બનાવીને આઉટ થયા હતા
 
 4 હસરંગાએ બેંગલુરૂને માટે રંગ જમાવ્યો 
 
વાનિન્દુ હસરંગાએ અદ્ભુત બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. તેણે KKRના કેપ્ટન શ્રેયસ ઐયર (13), સુનીલ નારાયણ (12), શેલ્ડન જેક્સન (0) અને ટિમ સાઉથી (1)ને આઉટ કર્યા હતા.  ટુર્નામેન્ટમાં  તે 5 વિકેટ સાથે સૌથી આગળ છે અને હવે તેમની પાસે પર્પલ કેપ પણ છે. મેગા ઓક્શનમાં હસરંગાને RCBએ 10.75 કરોડમાં ખરીદ્યો હતો.
 
5 . રસલની નાની પણ પાવરફુલ રમત 
 
11મી ઓવરના પાંચમા બોલ પર, આન્દ્રે રસેલે મેચમાં 3 વિકેટ લઈ ચુકેલા હસરંગા વિરુદ્ધ કાઉ-કોર્નરની દિશામાં 94 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. રસેલ પોતાની ઇનિંગમાં 3 સિક્સર ફટકારીને હર્ષલ પટેલની બોલ પર આઉટ થયો હતો. પોતાની 400મી  T20 મેચમાં રસેલે 25 રન બનાવ્યા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

KKR નો કાઉંટર અટેક, સતત બે બોલ પર ફાફ અને વિરાટ કોહલી આઉટ, ઉમેશનુ તોફાની સ્પેલ