Publish Date: Sun, 27 Mar 2022 (18:24 IST)
Updated Date: Sun, 27 Mar 2022 (18:27 IST)
મુંબઈ ઈન્ડિયન્સના યુવા ઓપનર ઈશાન કિશને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2022)ની 15મી સિઝનની બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે આ મેચમાં (MI vs DC) દિલ્હી કેપિટલ્સ સામે અડધી સદી ફટકારી હતી.
મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા અને દિલ્હીને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ મળ્યો. ઈશાન કિશન 81 રને અણનમ પરત ફર્યો હતો. તેના સિવાય કેપ્ટન રોહિત શર્મા Rohit Sharma)એ 41 રનનું યોગદાન આપ્યું હતું. તે જ સમયે, દિલ્હી તરફથી રમતા ચાઈનામેન બોલર કુલદીપ યાદવે (Kuldeep Yadav) પણ પ્રભાવિત કર્યું અને 3 વિકેટ લીધી.