Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિરાટ કોહલીના નામે એક નવો રેકોર્ડ નોંધાયો

વિરાટ કોહલીના નામે એક નવો રેકોર્ડ નોંધાયો
સેંચુરિયન , શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (11:06 IST)
. ભારતીય કપ્તાન વિરાટ કોહલી કોઈપણ દ્વિપક્ષીય એકદિવસીય ક્રિકેટ શ્રેણીમાં 500 રન બનાવનારો દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છઠ્ઠા અને અંતિમ વનડેમાં સદી મારીને રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. 
 
તેમણે આ શ્રેણીમાં ત્રણ સદી સહિત 500 રન બનાવ્યા. શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2013-14માં છ મેચની ઘરેલુ શ્રેણીમાં 491 રન બનાવ્યા હતા. છઠ્ઠી વનડે મેચમાં વિરાટ કોહલીની બેટ કોહરામ મચાવતી રહી. 
 
વિરાટ 129 રન પર અણનમ રહ્યા... જેમા 19 ચોક્કા અને 2 છક્કાનો સમાવેશ હતો. વિરાટે અજિંક્યે રહાણે સાથે ત્રીજી વિકેટ માટે 126 રનની મેચ વિજયી અણનમ ભાગીદારી કરી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો ગુરૂમંત્ર - બીજા સાથે નહી પણ ખુદ સાથે કરો પ્રતિસ્પર્ધા