ન્યુઝીલેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી(Indian Cricket Team) ને જોરદાર ઝટકો લાગ્યો છે. ટીમ ઈંડિયાના ઓપનર કેએલ રાહુલ (KL Rahul)ઘાયલ થવાને કારણે ન્યુઝીલેંડ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ આ માહિતે આપી છે. ઈગ્લેંડના પ્રવાસ પર ટેસ્ટ ટીમના સભ્ય રહી ચુકેલા સૂર્યકુમાર યાદવને તેમની ટીમમાં સામેલ કરવામા આવ્યા છે. બીસીસીઆઈએ જણાવ્યુ કે કેએલ રાહુલની ડાબા જાંધના સ્નાયુઓમાં ખેંચાવને કારણે તેઓ બે ટેસ્ટની સીરીઝમાં ભાગ નહી લઈ શકે.
કેએલ રાહુલ હવે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે. આવતા મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા જ તેઓ ત્યા જ તૈયારી કરશે અને સ્વસ્થ થશે. ભારત અને ન્યુઝીલેંડની વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત કાનપુરમાં 25 નવેમ્બરથી થશે. કેએલ રાહુલ ન્યુઝીલેંડ વિરુદ્ધ ટી20 શ્રેણીમાં રમ્યા હતા. જો કે કલકત્તામાં થયેલ આખરી મુકાબલામાં તેઓ રમ્યા નહોતા. ત્યારબાદ ટેસ્ટ રમનારા ખેલાડીઓ સાથે કાનપુર ગયા હતા પણ 23 નવેમ્બરના રોજ ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ટીમના શરૂઆતી અભ્યાસ સત્રમાં સામેલ નહોતા. તેમા ટીમના બાકી બધા ખેલાડીઓએ ભાગ લીધો છે.