ન્યૂઝીલેન્ડ અને એ પછી ઈંગ્લેન્ડ દ્વારા પાકિસ્તાનનો ક્રિકેટ પ્રવાસ રદ કરી દેવાયા બાદ પાકિસ્તાનને જે ફટકો વાગ્યો છે તેનુ દુખ હજુ પાકિસ્તાન ભૂલી શક્યુ નથી, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ દ્વારા પાકિસ્તાન ટૂર રદ કરવા મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર દોષનો ટોપલો ઢોળતા નિશાન સાધ્યુ. તેમણે કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ આર્થિક રીતે મજબૂત છે તેથી તે વર્લ્ડ ક્રિકેટને કંટ્રોલ કરી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને હાલ વડાપ્રધાન ઈમરાન ખાને ભારત અને વિશ્વ ક્રિકેટ પર મોટું નિવેદન આપ્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ દ્વારા પાકિસ્તાન ટૂર રદ કરવા મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઈમરાનને BCCI અમીર બોર્ડ હોવાની વાત આંખમાં કણાની માફક ખૂંચી રહી હોય એમ લાગી રહ્યું છે. ઈમરાને એક ઈન્ટપવ્યુમાં કહ્યું હતું કે ઇંગ્લેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો, હું પૂછવા માગું છું કે શું ઇંગ્લેન્ડ અથવા દુનિયાનો બીજો કોઈ દેશ આવું ભારત સાથે કરી શકવા સક્ષમ છે? ના, આવું કરવાની હિંમત કોઈપણ દેશ પાસે નથી, કારણ કે BCCI પાસે અઢળક રૂપિયા છે. વર્લ્ડ ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ'મિડલ ઈસ્ટ આઈ'ને આપેલા ઈન્ટર્વ્યૂમાં ઈમરાને વિવિધ મુદ્દાઓને ટાંકીને ચર્ચા કરી હતી. જેમાં તેમણે એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે આ વાતમાં કોઇ શંકા નથી રે વર્લ્ડ ક્રિકેટમાં ભારતનું જ પ્રભુત્વ છે. પાક પીએમે કહ્યું છે કે, પૈસા બોલે છે અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) વિશ્વનું સૌથી ધનિક બોર્ડ છે, તેથી તે વિશ્વ ક્રિકેટને નિયંત્રિત કરે છે. BCCI 17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાતમાં T20 વર્લ્ડ કપનું આયોજન કરશે અને પાકિસ્તાનને ભારત જેવા જ ગ્રુપમાં રાખવામાં આવ્યું છે.
બે વર્ષનુ અંતર યાદ નથી
ઈમરાન ખાન (Imran Khan) નો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે. પાકિસ્તાની વડાપ્રધાન એવુ કહેવા માંગી રહ્યા હતા કે પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત સમયે જમ્મુ -કાશ્મીર અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી અને પરત ફરતા જ કલમ 370 હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાતના બે વર્ષ બાદ જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી.
ઈમરાને ઈન્ટરવ્યુમાં એ પણ સ્વીકાર્યું હતું કે ભારત અને ઈઝરાયેલ વચ્ચેની મિત્રતા ખૂબ જ મજબૂત છે. આ જ ઈન્ટરવ્યુમાં ઈમરાને પાકિસ્તાની ક્રિકેટ વિશે પણ વાત કરી હતી અને BCCI ને દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે પ્રવાસ રદ કરીને ઈંગ્લેન્ડે પોતાને નીચે લાવ્યા. મને લાગે છે કે ઇંગ્લેન્ડમાં એવી લાગણી છે કે તેઓ પાકિસ્તાન જેવા દેશો સાથે રમીને તેમની તરફેણ કરે છે. આનું કારણ પૈસા છે કારણ કે પૈસા હવે સૌથી મોટો ખેલાડી છે.
ઈમરાન ખાને કહ્યું કે ભારત સાથે આવું કરવાની કોઈની હિંમત નહીં થાય, કારણ કે તે જાણે છે કે ભારત ઘણાં નાણાં પેદા કરે છે. તે જ સમયે, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને જોડવા પર ભાર મૂકતા ખાને કહ્યું કે 20 વર્ષના ગૃહ યુદ્ધે દેશને બરબાદ કરી દીધો છે. તાલિબાન સરકાર આંતરરાષ્ટ્રીય મંજૂરી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અફઘાનિસ્તાન પર અલગ અને પ્રતિબંધો લાદવાથી મોટા પ્રમાણમાં માનવીય સંકટ આવશે.