Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ICC ટેસ્ટ રૈકિંગ - જસપ્રીત બુમરાહને ફાયદો, જાણો શુ વિરાટ કોહલી અને રોહિત શર્માની રૈકિંગમાં થશે કોઈ ફેરફાર

ICC ટેસ્ટ રૈકિંગ - જસપ્રીત બુમરાહને ફાયદો, જાણો શુ વિરાટ કોહલી અને રોહિત શર્માની રૈકિંગમાં થશે કોઈ ફેરફાર
, બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (21:42 IST)
ભારત અને ઈગ્લેંડ વચ્ચે રમાયેલ પાંચ મેચોની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ પછી ટેસ્ટ રૈકિંગમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. ટીમ ઈંડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ બોલિંગની રૈકિંગમાં એક પગથિયાનો ફાયદો મળ્યો છે. જ્યારે કે ટેસ્ટ બેટ્સમેનની ટોપ 10 રૈકિંગમાં કોઈ ફેરફાર થયો નથી. રોહિત શર્મા પાંચમા અને વિરાટ કોહલી છઠ્ઠા નંબર પર છે, બુમરાહે લંડનના ધ ઓવલ ગ્રાઉંડમાં રમાયેલ ચોથી ટેસ્ટમાં બંને દાવમાં બે બે વિકેટ લીધી હતી. આ શ્રેણીમાં અત્યાર સુધી કોઈપણ મેચ ન રમેલા આર અશ્વિન બોલરોની રૈકિંગમાં બીજા પગથિયે છે.  
 
બીજી બાજુ ટેસ્ટ ઓલરાઉંડર્સની વાત કરીએ તો ક્રિસ વોક્સની ટોપ 10માં એંટ્રી થઈ છે. રવિન્દ્ર જડેજા ત્રીજા પગથિયે કાયમ છે. બીજી બાજુ ટેસ્ટ ઓલરાઉન્ડરો વિશે વાત કરીએ તો ક્રિસ વોક્સે ટોપ-10 માં પ્રવેશ કર્યો છે. રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને છે. આર અશ્વિન ટેસ્ટ ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં પાંચમા સ્થાને સરકી ગયો છે. વેસ્ટ ઇન્ડીઝનો જેસન હોલ્ડર નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર પર કાયમ છે. પેટ કમિન્સ નંબર 1 ટેસ્ટ બોલર છે, જ્યારે નંબર 1 ટેસ્ટ બેટ્સમેન જો રૂટ છે.
 
ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ટિમ સાઉદી ત્રીજા અને જોશ હેઝલવુડ ચોથા સ્થાને છે. ટોપ-10 બોલરોમાં બે ભારતીય, ટોપ-10 બેટ્સમેનમાં બે ભારતીય અને ટોપ-10 ઓલરાઉન્ડરમાં બે ભારતીય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ, વાસાવડ ગામ પાસે નદીમાં આવ્યું ઘોડાપૂર