Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્વાલિફાયર 2 Gujarat Lions vs Sunrisers- રૈનાના ગુજરાત અને વાર્નરના હૈદરાબાદની ટક્કર, જાણો કોણ પડશે કોના પર ભારે

ક્વાલિફાયર 2  Gujarat Lions vs Sunrisers- રૈનાના ગુજરાત અને વાર્નરના હૈદરાબાદની ટક્કર, જાણો કોણ પડશે કોના પર ભારે
નવી દિલ્હી. , શુક્રવાર, 27 મે 2016 (11:35 IST)
દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર ડેવિડ વોર્નરની સનરાઈડર્સ હૈદરાબાદ અને સુરેશ રૈનાની ટીમ ગુજરાત લાયંસના વચ્ચે બીજી ક્વાલિફાયર મેચ રમાશે. જે પણ ટીમ આ મેચ જીતશે તે 29 મે ના રોજ બેંગલોરના ચિન્નાસ્વામી મેદાનમાં થનારી ફાઈનલ મેચમાં રોયલ ચેલેંજર્સ બેંગલોર સાથે ટકરાશે. 
 
સનરાઈઝર્સ પહેલા ક્યારેય ફાઈનલમાં પહોંચી નથી 
 
જો ગુજરાત આજે મેચ જીતીને ફાઈનલમાં પહોંચે છે તો આ ગુજરાત માટે ખૂબ મોટી વાત રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ટીમે આ વર્ષે આઈપીએલમાં એંટ્રી કરી છે. જો સનરાઈઝર્સ હૈદરાબાદ આ મેચ જીતીને ફાઈનલમાં પોતાનુ સ્થાન પાક્કુ કરે છે તો સનરાઈઝર્સ માટે આ પહેલીવાર હશે જ્યારે તે ફાઈનલમાં પહોંચશે. 2012માં બનેલ સનરાઈઝર્સ હૈદરાબાદ આજ સુધી ક્યારેય આઈપીએલના ફાઈનલ સુધી પહોંચી નથી. 
 
ડેવિડ વોર્નર બનામ સુરેશ રૈના 
 
જો બેટિંગની વાત કરવામાં આવે તો હૈદરાબાદની તરફ ડેવિડ વોર્નર ખૂબ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. વાર્નર આ સંસ્કરણમાં અત્યાર સુધી 15 મેચોમાં લગભગ 53ની સરેરાશથી 686 રન બનાવી ચુક્યા છે. જેમા સાત અર્ધશતકનો સમાવેશ છે. જો સુરેશ રૈનાની વાત કરવામાં આવે તો સુરેશ રૈનાએ 14 મેચ રમતા 398 બનાવ્યા છે. જેમા ત્રણ હાફ સેંચુરીનો સમાવેશ છે. પોતાની ટીમોને જીતાડવા માટે વોર્નર અને રૈનાને સારુ પ્રદર્શન કરવુ પડશે. 
 
બેટિંગમાં કોણ છે આગળ 
 
જો બેટિંગની વાત કરવામાં આવે તો ગુજરાત લાયંસની પાસે અનેક શાનદાર બેટ્સમેન છે. ન્યૂઝીલેંડના બ્રૈડ મૈક્કુલમ, ઓસ્ટ્રેલિયાના આરૉન ફિંચ, વેસ્ટઈંડિઝના ડ્વેન સ્મિથ, ડ્વેન બ્રાવો જેવા બેટ્સમેન છે. હૈદરાબાદ પાસે ગુજરાત જેવા શાનદાર બેટ્સમેન નથી. પણ હૈદરાબાદ માટે સારી વાત એ છે કે ખુદ કપ્તાન ડેવિડ વોર્નર સારા ફોર્મમાં ચાલી રહ્યા છે અને આ સંસ્કરણમાં સૌથી વધુ રન બનાવનારાની લિસ્ટમાં બીજા સ્થાન પર છે.  ડેવિડ વોર્નર ઉપરાંત શિખર ધવન પણ સારા ફોર્મમાં છે અને 15 મેચમાં 473 રન બનાવી ચુક્યા છે. હૈદરાબાદની ટીમમાં યુવરાજ સિંહ જેવા શાનદાર બેટ્સમેન છે.  પણ યુવરાજ સારા ફોર્મમાં નથી. પણ હૈદરાબાદ માટે ખુશીની વાત એ છે કે યુવરાજે કલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મેચમાં હૈદરાબાદની તરફથી સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. 
 
બોલિંગમાં કોણ છે આગળ 
 
જો બોલિંગની વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે ગુજરાત લાયંસ કરતા સારા બોલર છે. સનરાઈજર્સ હૈદરાબાદની તરફથી ભુવનેશ્વર કુમાર સારા ફોર્મમાં બોલિંગ કરી રહ્યા છે.  ભુવનેશ્વરે 15 મેચ રમતા 21 વિકેટ લીધી છે અને પર્પલ કૈપ પણ મેળવી છે.  ભુવનેશ્વર ઉપરાંત બાંગ્લાદેશના શાનદાર યુવા ઝડપી બોલર મુસ્તફિજુર રહેમાન પણ હૈદરાબાદની ટીમમાં છે અને સારુ પ્રદર્શન કરી રહ્યા છે. મુસ્તફિજુર 15મેચમાં 16 વિકેટ લઈ ચુક્યા છે. ગુજરાત લાયંસ તરફથી ધવલ કુલકર્ણી સારી બોલિંગ કરી રહ્યા છે. ઘવલ 13 મેચ રમતા 18 વિકેટ લઈ ચુક્યા છે. 

#GameMaariChhe ઓલ ધ બેસ્ટ ગુજરાત લાયંસ ..... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો કોઈ તમારી સામે કોઈની માતા-બહેનની ઈજ્જત ઉછાળે તો તમે તેને ગોળી મારી શકો છો - કે.પી.સિંહ