Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona: IPL પર એકવાર ફરી કોરોનાના વાદળ ઘેરાયા, દિલ્હીની ટીમ હોટલમાં કેદ થતા આગામી મેચ સંકટમાં

Delhi Capitals
, સોમવાર, 18 એપ્રિલ 2022 (13:51 IST)
Corona in IPL 2022: દુનિયાભરમાં કોરોના વાયરસ (Corona Virus) નુ સંકટ એકવાર ફરી જોવા મળી રહ્યુ છે. કોરોનના કેસ ભારતમાં એકવાર ફરી ઝડપથી વધી રહ્યા છે. જેની અસર દુનિયાની સોથી મોટી લીગ આઈપીએલ (IPL) પર પણ જોવા મળી શકે છે.  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી કૈપિટલ્સ (Delhi Capitals)ટીમના ભાગે કોરોનાનો એક કેસ જોવા મળ્યો હતો, જ્યારબાદ એક નવુ ટેંશન સામે આવ્યુ છે. 
 
દિલ્હીની ટીમ હોટલમાં જ કૈદ 
આઈપીએલ 2022 (IPL 2022)માં તાજેતરમાં કોરોના વાયરસ (Corona Virus)નો નવો કોવિડ કેસ મળ્યો હતો. દિલ્હી કૈપિટલ્સના ફિજિયો પૈટ્રિક ફરહાર્ટ  (Patrick Farhart)કોવિડ-19 તપાસમાં પોઝિટિવ જોવા મળ્યા હતા. જ્યારબાદ સોમવારે આખી ટીમ પોતાના હોટલમાં જ ક્વારંટાઈન થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ક્રિકવજની રિપોર્ટ મુજબ પૈટ્રિઇ પછી હવે એક વધુ દિલ્હીના ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે.  દિલ્હી ટીમની આગામી મેચ પુણેમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ થવાની છે. પણ એ પહેલા જ ટીમને આજે એટલે કે સોમવારે પુણે રવાના થવાનુ હતુ. જો કે આ પહેલા જ તેમને હોટલમાં જ રોકી દેવામાં આવ્યા છે અને હએ બધા ખેલાડીઓનો બે દિવસ સુધી કોરોના ટેસ્ટ થશે. રિપોર્ટ આવ્યા બાદ મેચને લઈને કોઈ નિર્ણય કરવામાં આવશે. 
 
દિલ્હીના ટીમમાં આવ્યો હતો કોવિડ કેસ 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals) ના ફિજિયો ક્રિકેટ ટીમના પૂર્વ ફિજિયો ફર હાર્ટ વિશે નિવેદનમાં કહેવામાં આવ્યુ, દિલ્હી કૈપિટલ્સના ફિજિયો પૈટ્રિક ફરહાર્ટને કોવિડ-19 પોઝિટિવ જોવા મળ્યા છે.  દિલ્હી કૈપિટલ્સની મેડિકલ ટીમ આ સમયે તેમનુ ધ્યાન રાખી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જહાંગીરપુરી હિંસા બાબતમાં અત્યાર સુધી 23ની ધરપકડ તપાસ કરશે 14 ટીમ