Publish Date: Mon, 30 Mar 2026 (12:30 IST)
Updated Date: Mon, 30 Mar 2026 (12:36 IST)
કેકેઆર એટલે કે કલકત્તા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ 2026 ની શરૂઆત સારી ન રહી. ટીમે પોતાની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી જ મેચમાં ટીમનો કલેશ સામે આવી ગયો છે કે તે કેટલી મજબૂત છે. આ દરમિયાન સૌથી મોટો સવાલ છે કે ટીમની હારનો સૌથી મોટો વિલન કોણ. કયા ખેલાડીને કારણે ટીમને આ શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે એકમાત્ર ખેલાડીએ જે ખેલ કર્યો તેને કારણે કેકેઆરની આ હાલત થઈ છે.
કૈમરૂન ગ્રીનની ન ચાલી બેટ
આઈપીએલ 2026 ની પહેલી મેચમાં કેકેઆરની હાર માટે સીધી રીતે કૈમરૂન ગ્રીન જવાબદાર માની શકાય છે. કેકેઆરએ તેને ખૂબ મોટી રકમ આપીને પોતાની ટીમમા લીધો હતો. પણ તેણે ન તો રન બનાવ્યા અને બોલિંગ માટે તો આવ્યા જ નહી. મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ જ્યારે કેકેઆરની ટીમ પહેલા બેટિંગ માટે ઉતરી તો કપ્તાન અજિંક્ય રહાણે અને ફિન એલને સારી શરૂઆત આપી હતી. જ્યારે ફિન એલન આઉટ થયો ત્યા સુધી ટીમે છઠ્ઠી ઓવરમાં 69 રન બનાવી લીધા હતા. ત્યારબાદ ત્રીજા નંબર પર કૈમરન ગ્રીન રમવા માટે ઉતર્યા.
10 બોલ પર ફક્ત 18 રન બનાવીને આઉટ થઈ ગયા કૈમરન ગ્રીન
જ્યારે કૈમરન ગ્રીન બેટિંગ માટે આવ્યા તો વધુ સમસ્યા નહોતી. પાવરપ્લેમાં રન જરૂર બનાવી ચુક્યા હતા. બીજી બાજુ અજિક્ય રહાણે સારી બેટિંગ કરી રહ્યો હતો. પણ ગ્રીન તેમનો સાથ પણ ન આપી શક્યો. કૈમરન ગ્રીન 10 બોલ પર ફક્ત 18 રન બનાવીને આઉટ થઈ ગયો. તેણે ફક્ત એક ચોક્કો અને એક સિક્સર મારી. જ્યારે કે કેકેઆરે તેના પર મોટી રકમ ખર્ચ કરી છે. બેટિંગમાં તો ગ્રીન ન ચાલી શક્યા. ત્યારબાદ આશા હતી કે તેઓ બોલિંગમા કંઈક કરી બતાવશે. પણ તેઓ બોલિંગ માટે આવ્યા જ નહી. હાર પછી કપ્તાન રહાણેને જ્યારે પૂછવામાં આવ્યુ કે ગ્રીને બોલિંગ કેમ ન કરી તો તેના પર તેમણે કહ્યુ કે આનો જવાબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જ આપી શકે છે.
કેકેઆર એ ગ્રીન માટે ખર્ચ કર્યા હતા 25 કરોડથી વધુ રૂપિયા
કલકતા નાઈટ રાઈડર્સે આઈપીએલની નીલામી દરમિયાન કૈમરૂન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે આશા કરવામાં આવી રહી હતી કે તેઓ ટીમ માટે એક મેચ વિનર બનીને સામે આવશે. પણ પહેલી જ મેચમાં તેમણે બતાવી દીધુ કે તેઓ મેચ વિનર નથી પણ ટીમની હારના સૌથી મોટા વિલન છે. જો કે હજુ તો આખી સીઝન બાકી છે. એ જોવાનુ રસપ્રદ રહેશે કે બચેલી મેચોમાં કેકેઆરની ટીમ અને કૈમરન ગ્રીન કેવુ પ્રદર્શન કરે છે.