Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ખેલાડીઓ એવુ કેમ બતાવી રહ્યા છે કે અમને કોઈ ફરક નથી પડતો, પણ હકીકતમાં એવુ નથી હોતુ" બાંગ્લાદેશી કપ્તાને વર્લ્ડ કપ કૉન્ટ્રોવર્સી પર આપ્યુ નિવેદન, બોર્ડ ને ઘેર્યુ

Najmul Hossain Shanto
, શનિવાર, 10 જાન્યુઆરી 2026 (12:16 IST)
Najmul Hossain
ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં રમાનારા આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 ને શરૂ થવામાં હવે એક મહિનાથે પણ ઓછો સમય બચ્યો છે. બીજી બાજુ મુસ્તફિજુર રહેમાનને જ્યારથી બીસીસીઆઈએ આઈપીએલમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ગુસ્સામાં છે.  બીસીબીએ ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારતમાં થનારી પોતાની મેચોના વેન્યુ શિફ્ટ કરવા માટે આઈસીસીને અત્યાર સુધી 2 વાર લેટર લખ્યો છ્હે. બીજી બાજુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી એવુ પણ કહેવામાં આવ્યુ છે કે જો તેમની મેછોના વેન્યુ નહી બદલાય તો તે વર્લ્ડ કપ માટે પોતાની ટીમને નહી મોકલે. આ દરમિયાન હવે આ સમગ્ર મામલા પર બાંગ્લાદેશની ટીમના ટેસ્ટ કપ્તાન નજમુલ હુસૈન શાંતોનુ નિવેદન સામે આવ્યુ છે. જેણે પોતાના જ બોર્ડ ને ધેર્યુ છે. 
 
એવુ લાગી રહ્યુ છે કે અમે બધા અભિનય કરી રહ્યા છીએ 
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ટેસ્ટ કપ્તાન નજમુલ હુસૈન શાંતોએ ક્રિકબજ પર છપાયેલી રિપોર્ટ મુજબ પોતાના દેશમાં પ્રેસને આ મામલા પર નિવેદનમાં કહ્યુ કે ખેલાડી બસ અભિનય કરી રહ્યા છે કે તેમને આ બધાથી કોઈ ફરક પડતો નથી. સૌથી પહેલા જો તમે આપણા વર્લ્ડ કપના પરિણામ જોશો તો આપણે ક્યારેય સતત સારુ પ્રદર્શન કર્યુ નથી.  ગયા વર્ષે આપણે સારુ રમ્યા હતા પણ વધુ સારુ કરી શકતા હતા. આપણે તેનો ફાયદો પણ ન ઉઠાવી શક્યા. પણ તમે જોશો કે દરેક વર્લ્ડ કપ પહેલા કંઈક ને કંઈક થાય જ છે. હુ ત્રણ વર્લ્ડ કપના મારા પોતાના અનુભવ પરથી કહી શકુ છુ. જેની અસર તમારા પ્રદર્શન પર પણ પડે છે.  હવે આપણે એવુ બતાવીએ છીએ કે જેમ કે આપણ ને કોઈ વાતની અસર નથી થતી.  તમે લોકો પણ સમજો છો કે  આપણે એક્ટિંગ કરી રહ્યા છે અને આ કરવુ બિલકુલ  સહેલુ નથી. જો આ વસ્તુઓ થતી તો સારુ થતુ પણ આ થોડી હદે આપણા કંટ્રોલની બહાર છે.  
 
મને નથી ખબર કે આ બધુ કેવી રીતે થયુ   
નજમુલ હુસૈન શાંતોએ પોતાના નિવેદનમાં આ મામલાને લઈને આગળ કહ્યુ કે મને નથી ખબર કે આ મામલો આટલો મોટો કેવી રીતે થઈ ગયો કે તેને સારી રીતે સાચવી શકાતો હતો. હુ ફક્ત એવુ કહેવા માંગીશ કે ખેલાડીઓ માટે આવી સ્થિતિમાં ખુદને સાચવી રાખવુ મુશ્કેલ થાય છે.  જો આપણે યોગ્ય વિચાર સાથે વર્લ્ડ કપમાં જઈએ તો ક્યાય પણ રમીએ તો આપને એ વાત પર ફોકસ કરવુ જોઈએ કે આપણે ટીમ માટે બેસ્ટ કેવી રીતે આપી શકીએ છીએ.   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WPL 2026 MI vs RCB - 65 રનમાં પડી ગાઈ 5 વિકેટ, પછી આ ખેલાડીએ 150+ ના લક્ષ્યનો પીછો કરીને મુંબઈના મોઢામાંથી છીનવી લીધો જીતનો કોળીયો