આઈસીસી ટી20 વર્લ્ડ કપની શરૂઆત થવામાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે, જેમા કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે અને તેમાથી મોટાભાગની ટીમે પોતાનો સ્કવાડ જાહેર કરી દીધો છે.. બીજી બાજુ હાલ બધાની નજર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર ટકી છે. જેમણે ભારતના સ્થાન પર શ્રીલંકામાં પોતાની મેચ રમવા માટે આઈસીસીને લેટર લખ્યો છે. જેને લઈને હાલ કેટલાક દિવસથી સતત નિવેદનબાજીનો પણ ગાળો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એ 8 જાન્યુઆરીના રોજ ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલને બીજો ઔપચારિક લેટર મોકલતા ભારતમાં પોતાના ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે અને એકવાર ફરી T20 વર્લ્ડ કપ મેચોનો વેન્યુ ભારતમાંથી હટાવીને શ્રીલંકા શિફ્ટ કરવાની માંગને દોહરાવી છે. બીજી હવે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કપ્તાન તમીમ ઈકબાલનુ પણ આ મુદ્દા પર નિવેદન સામે આવ્યુ છે. જેમા તેમણે પોતાના બોર્ડ ને એક રીતે અરીસો બતાવ્યો છે..
આપણે આઈસીસી તરફથી મળનારા પૈસાને ન ભૂલવા જોઈએ
તમીમ ઈકબાલે બાંગ્લાદેશમાં જિયા ઈંટર યૂનિવર્સિટી ક્રિકેટ ટૂર્નામેંટની ટ્રોફી અનાવરણના અવસર પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા ICC ને મોકલવામાં આવેલા પત્રના મુદ્દા પર ડેઇલી સ્ટાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં તમીમ ઇકબાલે કહ્યું, "જ્યારથી બોર્ડ માંથી હટ્યો છુ ત્યારબાદ મને આ સમાચાર મીડિયા દ્વારા જાણવા મળ્યા. હું હાલમાં આ અંગે કોઈ અચાનક નિવેદન આપવા માંગતો નથી, પરંતુ હું એટલુ જરૂર કહેવા માંગુ છું કે કોઈપણ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટના કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ. આપણે આ સમગ્ર મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય પહેલા આવે છે, અને આપણા 90 થી 95 ટકા પૈસા આપણને ICC તરફથી મળે છે અને આપણે આ વાતને ભૂલવી ન જોઈએ.
આપણે કશુ પણ સાર્વજનિક કહેતા પહેલા વિચારવુ જોઈએ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેરમાં અનેક નિવેદનો આપવામાં આવ્યા છે, જેમાં તેમણે ભારતમાં વર્લ્ડ કપ મેચ રમવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તમીમ ઇકબાલે કહ્યું, "આ એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. તેથી, આપણે કોઈપણ જાહેર નિવેદન આપતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ, કારણ કે જો આપણે એવું કરીશું, તો તે નિવેદનો પાછા ખેંચવા ખૂબ મુશ્કેલ બનશે, પછી ભલે તે સાચા હોય કે ખોટા."