Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 12 March 2025
webdunia

ઈંટરનેટ પર કેમ વાયરલ થઈ રહ્યો છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો ક્યૂટ પ્રેમ

ઈંટરનેટ પર કેમ વાયરલ થઈ રહ્યો છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો ક્યૂટ પ્રેમ
નવી દિલ્હી. , બુધવાર, 26 એપ્રિલ 2017 (12:49 IST)
અનુષ્કા શર્મા ભલે વિરાટ કોહલીને લઈને ચુપ રહેતી હોય પણ વિરાટ કોહલીએ અનુષ્કા સાથે પોતાના સંબંધોને હંમેશા સ્પષ્ટ કર્યા છે. તાજેતરમાં જ વિરાટે પોતાના ઈંસ્ટાગ્રામ પ્રોફાઈલ પિક્ચર પણ અનુષ્કા શર્મા સાથેનો ફોટો લગાવ્યો છે. ત્યારબાદ કંઈક બીજુ એવુ થયુ જેને આ બંનેની વચ્ચેની ક્યૂટ કેમિસ્ટ્રીને બતાવી છે. વિરાટ કોહલી હાલ અનુષ્કા શર્માના પ્રેમમા એવા દિવાના થયા છે કે પોતાની દાઢી પણ અનુષ્કાની પસંદથી જ બનાવે છે અને લાગે છે કે અનુષ્કાને વિરાટનુ દાઢીવાળુ લુક ખૂબ ગમે છે. આ દાઢી પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની વચ્ચે થયેલ વાતોએ ઈંટરનેટ પર તેમના ફેંસનુ દિલ જીતી લીધુ છે. આ કપલના આ પ્રેમ ભર્યા સંવાદને વાચીને તેમના ફેંસ ખુબ ખુશ છે. 
 
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ ઈંસ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે.  આ ફોટોમાં વિરાટ દાઢીમાં જોવા મળી રહ્યા છે. આ પોસ્ટમાં વિરાટે ક્રિકેટર હાર્દિક પાંડ્યા, રવિન્દ્ર જડેજા અને રોહિત શર્માને ટૈગ કર્યા છે અને લખ્યુ છે સોરી બૉયજ પણ હુ હાલ મારી દાઢી નથી કપાવી શકતો. જો કે મેકઓવર પર સારુ કામ કર્યુ છે. શાનદાર." આવામાં વિરાટની ગર્લફેંડ અનુષ્કા શર્માએ આ ફોટો પર કમેંટ કરતા લખ્યુ, 'તમે નથી કરી શકતા.' આ સાથે જ અનુષ્કાએ એક ના પાડનારી ઈમોજી પણ પોસ્ટ કરી.  અનુષ્કાની આ પોસ્ટ પર વિરાટે કમેંટ કર્યુ, 'ઠીક છે'. લાગે છે કે હવે વિરાટ કોહલીની અસલી સ્ટાઈલિસ્ટ અનુષ્કા શર્મા જ છે અને અનુષ્કાને પૂછ્યા વગર તે પોતાની દાઢી પણ બનાવી શકતા નથી. 
 
 જોઈ તેમના ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિરાટની આ પોસ્ટ પર 9000થી પણ વધુ કમેંટ આવ્યા છે જેમા લોકોને આ સંવાદ ખૂબ ક્યૂટ લાગ્યો છે.  બીજી બાજુ એક ફેંસે લખ્યુ , 'આ તો ગુંડાગર્દી છે અનુષ્કા મેમ, પ્રેમના નામ પર,' બીજી બાજુ એક યૂઝરે લખ્યુ, 'તમારા બંનેનો આ પ્રેમ સાચે જ દેશનો આઈકન છે.' આ પોસ્ટ પર વિરાટને 7 લાખથી વધુ કમેંટ મળી ચુક્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદીએ જે કહ્યુ તે કરી બતાવ્યુ, બિલ ગેટ્સ, ક્લીન ઈંડિયા કેમ્પેનના કર્યા વખાણ