Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાર્દુલ ઠાકુરની બોલિંગને કારણે ટીમ ઈન્ડિયાને જસપ્રિત બુમરાહની કમી નથી અનુભવાતી - અજય જાડેજા

શાર્દુલ ઠાકુરની બોલિંગને કારણે ટીમ ઈન્ડિયાને જસપ્રિત બુમરાહની કમી નથી અનુભવાતી - અજય જાડેજા
, શનિવાર, 20 માર્ચ 2021 (11:38 IST)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી -20 શ્રેણી 2-2થી બરાબર છે. શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 20 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ચોથી ટી -20 મેચમાં ભારતે રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને 8 રને પરાજય આપ્યો હતો. શાર્દુલ ઠાકુરે આ જીતમાં મોટો ફાળો આપ્યો હતો. છેલ્લી ઓવરમાં શાર્દુલ બેન સ્ટોક્સ અને ઇઓન મોર્ગનને આઉટ કરીને સતત બે બોલમાં મેચને ભારતની તરફેણમાં લાવ્યો. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર અજય જાડેજા પણ ડેથ ઓવરમાં શાર્દુલની બોલિંગથી ભારે પ્રભાવિત રહ્યો છે. તેમણે કહ્યું કે શાર્દુલની શાનદાર બોલિંગને કારણે ભારત ટી 20 સિરીઝમાં જસપ્રિત બુમરાહને ચૂક્યું નથી.
 
'ક્રિકબઝ' સાથે વાત કરતાં અજય જાડેજાએ શાર્દુલ ઠાકુરની પ્રશંસા કરતા કહ્યું કે તે ડેથ ઓવરમાં સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે અને તેના કારણે ભારત આ ટી -20 શ્રેણીમાં જસપ્રિત બુમરાહની કમી નથી અનુભવી રહ્યુ.  અજયે કહ્યું હતું કે ચોથી ટી -20 મેચમાં શાર્દુલને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવો જોઈતો હતો કારણ કે શાર્દુલ જ છેલ્લી ઓવરમાં મેચનુ પાસુ પલટી નાખ્યુ.  ઝડપી બોલરે  ચોથી મેચમાં તેની ચાર ઓવરની સ્પેલમાં  42 રન આપીને ત્રણ ઇંગ્લિશ બેટ્સમેનનેઆઉટ કર્યો હતો. શાર્દુલ મેચની છેલ્લી ઓવરમાં 23 રનનો બચાવ કરી ટીમને 8 રનથી જીત અપાવી હતી. 
 
શાર્દુલને ટી -20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની ટીમમાં પણ શામેલ કરવામાં આવ્યો છે. વન ડે મેચ માટે પણ જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહે હાલમાં જ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે, જેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વનડે ટીમમાં ક્રુનાલ પંડ્યા, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજને પણ પ્રથમ વખત ટીમમાં સ્થાન અપાયું છે. સાથે જ  ભુવનેશ્વર કુમાર ટીમમાં પરત ફર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કોઈ દિવસનો કરફ્યુ કે લોકડાઉન થવાનુ નથી, લોકો જરાય ભયભીત બને નહીં: વિજય રૂપાણી