Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોના વાયરસના 2 પૉઝિટિવ કેસ, મોદીની ‘જનતા કર્ફ્યુ’ની અપીલ

કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોના વાયરસના 2 પૉઝિટિવ કેસ, મોદીની ‘જનતા કર્ફ્યુ’ની અપીલ
, ગુરુવાર, 19 માર્ચ 2020 (21:14 IST)
વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણનો આંકડો બે લાખ કરતાં વધી ગયો છે અને 207,855 પર પહોંચી ગયો છે, જ્યારે 8 હજાર કરતાં વધારે લોકનાં મૃત્યુ થયાં છે તથા મૃતકાંક 8,648 થઈ ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સંબંધિત માહિતી આપી છે. ભારત સરકારના સ્વાસ્થ્ય તેમજ કુટુંબકલ્યાણ મંત્રાલય અનુસાર ભારતમાં અત્યાર સુધી કોરના વાઇરસના ચેપના 149 કેસો નોધાયા છે, જ્યારે મૃત્યુનો આંક ચાર થઈ ગયો છે.
 
આ દરમિયાન ગુજરાતમાં પણ કોરોના વાઇરસના બે પૉઝિટિવ કેસ નોંધાયા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં 22મી માર્ચ રવિવારે જનતા કર્ફ્યુની અપીલ કરી છે.
 
કોરોનાના હરાવવા વડા પ્રધાને 130 કરોડ દેશવાસીઓને સંકલ્પને મજબૂત કરવા અને કેન્દ્ર-રાજ્ય સરકારોના દિશાનિર્દેશોનું પાલન કરવા અપીલ કરી હતી.
 
મોદીએ રવિવાર સવારે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી કોરોના વાઇરસ વિરુદ્ધના જંગના ભાગરૂપે જનતા કર્ફ્યુની અપીલ કરી.
 
તેમણે કહ્યું "હું વિનંતી કરું છું કે આગામી સપ્તાહો દરમિયાન લોકોને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે."
 
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યુ છે, "ગુજરાતમાં બે શંકાસ્પદ નાગરિકો સામે આવ્યા હતા, એક સુરતમાં અને એક રાજકોટમાં. સુરતની યુવતી ન્યૂયૉર્કથી આવી હતી. જ્યારે જેદ્દાહથી યુએઈ થઈને એક વ્યક્તિ રાજકોટ આવી હતી. બન્નેના ટેસ્ટ પૉઝિટિવ નોંધાયા છે."
 
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પણ આ વાતની પુષ્ટી કરી હતી અને સારવારની માહિતી આપી હતી. તેમણે દર્દીના સંપર્કમાં આવેલી વ્યક્તિઓનાં નામની યાદી મેળવી ચકાસણી કરાઈ રહી હોવાની માહિતી આપી હતી.
 
વડા પ્રધાન મોદીની 'જનતા કર્ફ્યુ'ની અપીલ
તેમણે 130 કરોડ દેશવાસીઓને કોરોના વાઇરસ સામે લડવાના સંકલ્પને મજબૂત કરવા અને કેન્દ્ર-રાજ્ય સરકારોના દિશાનિર્દેશોનું પાલન કરવા અપીલ કરી હતી.
 
દેશવાસીઓ ખુદને સંક્રમિત થવાથી બચાવે તથા અન્યોને પણ ચેપ લાગતા બચાવે. ભીડ અને ટાળોથી સામાજિક અંતર જાળવવાનો સંકલ્પ કરો
તમારા આગામી અમુક સપ્તાહો દરમિયાન અનિવાર્ય સંજોગ હોય તો જ ઘરની બહાર નીકળો; જરૂરી કામો ઘરેથી જ પતાવો
 
વરિષ્ઠ નાગરિકો ઘરની બહાર ન નીકળે
 
દેશવાસીઓ જનતા કર્ફ્યુનો અમલ કરો, જનતા સ્વયંભૂ રીતે કર્ફ્યુનું પાલન કરે 22મી માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુ લાગુ થાય અને રાજ્ય સરકાર તેનો અમલ કરાવવામાં મદદ કરે
જનતા કર્ફ્યુનો અમલએ દેશની તૈયારી અને સજ્જતાનું પ્રતીક હશે, લોકો સહકાર આપે
 
- 22મી માર્ચે સાંજે પાંચ વાગ્યે, પાંચ મિનિટ માટે થાળી-તાળી વગાડીને રેલવે, મીડિયા, તબીબો, ડિલિવરી જેવી આવશ્યક સેવા પૂરી પાડનારઓનો આભાર વ્યક્ત કરો
- હૉસ્પિટલો તથા આવશ્યક સેવાઓ ઉપર ભારણ વધે તેવું ન કરીએ જેથી તેઓ કોરોના સામે લડી શકે
- જરૂરી ન હોય તેવા તબીબી ચેક-અપ તથા ઑપરેશન ટાળો
- કોરોનાની અર્થતંત્ર ઉપર અસર ચકાસવા માટે નાણામંત્રીની અધ્યક્ષતામાં ટાસ્ક-ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારો સાથે પરામર્શ કરશે
-વેપારીઓ-ઉદ્યોગપતિઓ તેમના કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલ વલણ અપનાવે અને તેમનો પગાર કાપવાનું ટાળો
-કોરોનાની અર્થતંત્ર ઉપર અસર ચકાસવા માટે નાણામંત્રીની અધ્યક્ષતામાં ટાસ્ક-ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારો સાથે પરામર્શ કરશે
- વેપારીઓ-ઉદ્યોગપતિઓ તેમના કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલ વલણ અપનાવે અને તેમનો પગાર કાપવાનું ટાળો
- દેશમાં દૂધ, દવા, ખાણીપાણીની ચીજો, જીવન જરૂરિયાતની ચીજોનો પૂરતો પુરવઠો છે અને જળવાય રહે તેવી વ્યવસ્થા સરકાર કરી રહી છે
જનતા ભયના માર્યા ખરીદી ન કરે, આવશ્યક પુરવઠો જળવાય રહેશે
ભારત સરકારે આંતરાષ્ટ્રીય વ્યવસાયાત્મિક પ્રવાસી વિમોનોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેવી રીતે આપવામાં આવે છે ફાંસી ... જાણો 7 ખાસ વાત