કોરોના વાયરસના વધુ ખતરનાક વેરિએંટ મળવાની શક્યતા હવે નથી. સમયની સાથે, વાયરસ ઓછો ઘાતક બનશે અને કોવિડની અસર નબળી પડી થઈને શરદી-ખાંસી જેવી રહી જશે. આ દાવો ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના વિરોધી રસી બનાવનારા પ્રોફેસર ડેમ સારાહ ગિલ્બર્ટે કર્યો, રોયલ સોસાયટી ઓફ મેડિસિનના સેમિનારમાં ગિલબર્ટે કહ્યું કે દિન પ્રતિદિન વધુ પ્રતિરોધક ક્ષમતા મેળવી રહેલ વસ્તીમાં કોરોના જેટલો વધુ ફેલાશે તેટલો કમજોર થતો જશે. તેમણે કહ્યું કે આપણે પહેલાથી જ મનુષ્યોમાં જોવા મળતા ચાર પ્રકારના કોરોના વાયરસ સાથે જીવી રહ્યા છીએ, પરંતુ તેમના વિશે ક્યારેય વધુ વિચારતા નથી. એ જ રીતે એક સમય આવશે જ્યારે આપણે સાર્સ-સીઓવી-2 (કોવિડ) ની વધુ ચિંતા નહી કરીએ
ગિલબર્ટે કહ્યું કે કોરોના વાયરસ ભલે હજુ પણ સંક્રમક હોઈ શકે છે, પરંતુ તેના ફેલાવા માટે હવે કોઈ નવુ સ્થાન બાકી નથી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જેનર સંસ્થાની 59 વર્ષીય પ્રોફેસર ગિલ્બર્ટની આગેવાની હેઠળની ટીમે કોવિશિલ્ડ વિરોધી વેક્સીન વિકસાવી છે. તેમણે કહ્યું કે હવે કોરોના વાયરસના વધુ ઘાતક વેરિએંટ દેખાવવાનુ કોઈ કારણ નથી. પ્રોફેસર ગિલબર્ટે એવી પણ સલાહ આપી કે કોરોનાના બીટા વેરિએન્ટ સામે રસી બદલવાથી વધારે અસર નહીં થાય. તેમણે કહ્યું કે જો વેક્સીનના બંને ડોઝ લઈ ચુકેલા લોકોને સંશોધિત વેક્સીનનો ત્રીજો ડોઝ આપવામાં આવે તો પ્રતિરોધક ક્ષમતા વધારવામાં તેની અસર થોડી સારી હશે. એ પણ સ્વીકાર્યું છે કે અભ્યાસ કર્યા વગર આ વિશે ચોક્ક્સ રીતે કશું કહી શકાતુ નથી.
ભારતમાં ત્રીજી લહેર ન આવવાને લઈને મળ્યુ બળ
પ્રોફેસર ગિલબર્ટના દાવાથી ભારતીય નિષ્ણાતોના નિષ્કર્ષને મજબૂતી મળતી દેખાય રહી છે, જેમણે કહ્યુ છે કે ભારતમાં ત્રીજી લહેરની કોઈ શક્યતા નથી. અગાઉ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસીઝ કંટ્રોલના ડિરેક્ટર સુજીત સિંહે કહ્યું હતું કે જો કોરોનાનું નવું વેરિઅન્ટ હવે દેખાય તો પણ તે ત્રીજી લહેર લાવી શકતું નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આગામી છ મહિનાની કોરોના પેનડેમિકમાંથી એંડમિકમાં બદલાઈ જશે. એંડમિકનો મતલબ એક એવી બીમારી છે જે હંમેશા હાજર રહે છે અને માનવી તેની સાથે જીવતા શીખી જાય છે. નિષ્ણાતોના મતે, માત્ર તે જ વાયરસને કાયમી ધોરણે નાબૂદ કરી શકાય છે, જેમના વાયરસ પ્રાણીઓમાં જોવા મળતા નથી. જેવાકે પોલિયો અને માતાના(શરીર પર ફોલ્લીઓ) વાયરસ. પરંતુ કોરોના વાયરસ પ્રાણીઓમાં પણ જોવા મળે છે, તેથી મનુષ્યો તેનાથી સંક્રમિત થતા રહેશે, પરંતુ તેની કોઈ જીવલેણ અસર થશે નહીં.
બ્રિટનમાં દરેક સ્કૂલના બાળક સુધી પહોંચશે કોરોના
ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટીએ દાવો કર્યો છે કે તેમના દેશમાં દરેક સ્કૂલના બાળક કોરોનાના સંપર્કમાં આવશે એ નિશ્ચિત છે. તેમણે એમ પણ કહ્યું કે શાળાના અડધા બાળકો કોરોનાના સંપર્કમાં આવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમણે વેક્સીન ન લીધેલા બાળકોમાં સંક્રમણને લઈન ચેતવણી આપી છે.