Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 વર્ષથી નાના બાળક પર કોરોના વેક્સીનનો ટ્રાયલ કરશે Pfizer 6 મહીનાના બાળક પણ થશે શામેલ

12 વર્ષથી નાના બાળક પર કોરોના વેક્સીનનો ટ્રાયલ કરશે Pfizer 6 મહીનાના બાળક પણ થશે શામેલ
, બુધવાર, 9 જૂન 2021 (14:06 IST)
અમેરિકા, કનાડા સાથે દુનિયાના ઘણા દેશો 12 વર્ષકે તેનાથી વધારે ઉમ્રના બાળકોને પણ કોરોના વેક્સીન લાગવી શરૂઓ થઈ ગઈ છે અને હવે તેનાથી નાના બાળકોની વેક્સીન પર કામ થઈ રહ્યુ છે અમેરિકી કંપની ફાઈઝરએ જાહેરાત કરી છે કે તે જલ્દી જ 12 વર્ષથી ઓછી ઉમ્રના બાળકો પર મોટુ ક્લીનિકલ ટ્રાયલ કરી રહ્ય છે. આ ટ્રાયલમાં 6 મહીનાથી લઈને 11 વર્ષ સુધીના 4500 બાળકોને શામેલ કરાશે. આ ટ્રાયલ અમેરિકા સિવાય પોલેંડ, ફિનલેંડ અને સ્પેનના બાળકો પર પણ થશે. 
 
ફાઈજરના મુજબ ફેજ 1ના ટ્રાયલમાં બાળકોને શામેલ કરાયુ હતું અને તેના પરિણામ સારા રહ્યા છે. ત્યારબાદ કંપનીએ વધારે બાળકો પર ક્લીનિકલ ટ્રાયલ કરવાના નિર્ણય લીધું છે ફાઈજરએ જણાવ્યુ કે 5 થી 11 વર્ષના બાળકોને 10 માઈક્રોગ્રામનોએ એક ડોઝ અને 5 મહીનાથી 5 વર્ષના બાળકોને 3 માઈક્રોગ્રામની એક ડોઝ અપાશે. 
 
ફાઈઝરના પ્રવક્તાએ ન્યુઝ એજંસી રાયટર્સએ જણાવ્યુ કે 5 થી 11 વર્ષના બાળકોના ટ્રાયલનો પરિણામ  સેપ્ટેમ્બર સુધી આવવાની આશા છે અને ત્યારબાદ તેના ઈમરજંસી ઉપયોગની મંજૂરી માંગવામાં આવશે. 
 
તેમજ 2 થી 5 વર્ષના બાળકોન ડેટા ત્યારબાદ જ આવશે. જ્યારે 6 મહીનાથી 2 વર્ષના બાળકોના ડેટા ઓક્ટોબર કે નવેમ્બરમાં આવવાની આશા છે. 
 
જાણકાર માને છે કે જો કોરોનાની વિર્રૂદ્ધ હર્ડ ઈમ્યુનિટી સુધી પહૉચવુ છે તો વધારેથી વધારે બાળકો અને યુવાઓને વેક્સીનેટ કરવો પડશે પણ mRNA વેક્સીનની સાથે અમેરિકા સાથે ઘણા દેશોમાં દિલમાં 
સોજાના કેસ પણ સામે આવ્યા છે. ગયા અઠવાડિયે ઈઝરાયલના સ્વાસ્થય મંત્રાલયએ કહ્યુ કે જે યુવાઓને ફાઈઝરની વેક્સીન લાગી છે તેમાં ખાસ કરીએ પુરૂષોમાં માયોકાર્ડિટિસ (દિલમાં સોજા)ની ફરિયાદ સામે 
આવી રહી છે પણ આ સમસ્યા વધારે લાંબા સમય માટે નથી અને થોડા જ દિવસોમાં ઠીક થઈ જાય છે પણ ફાઈજરનો કહેવુ છે કે માયોકાર્ડિટિસ અને વેક્સીનના કોઈ લિંક નથી. ફાઈજરએ મૉડર્ના બન્ને જ 
mRNA બેસ્ડ વેક્સીન છે. 
 
જોકે, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ટ્રાયલ કરવો એ પણ ભારત માટે ખુશ સમાચાર છે કારણ કે ટૂંક સમયમાં ફાઈઝરને ભારતમાં મંજૂરી મળી શકે છે. જો કે, આ મંજૂરી 18 વર્ષના ઉપરના યુવાઓ માટે જ 
રહેશે. પણ જો 12 વર્ષથી નાના બાળકો પર ફાઈઝરનો ટ્રાયલ સફળ થાય છે તો ભારતમાં પણ નાના બાળકોને ફાઈઝરની વેક્સીન લાગી શકે છે. તેનાથી ઓછા સમયમાં વધારે બાળકોમે વેક્સીનેટ કરવામાં મદદ 
મળશે.  ભારતમાં કોવેક્સીન 2 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકો પર ટ્રાયલ કરી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Exam Date - CAની પરીક્ષાઓ 5 જુલાઈથી અને CSની પરીક્ષાઓ 10 ઑગસ્ટથી લેવાશે, ડિપ્લોમાં ઈજનેરી માટે 17 જૂનથી રજિસ્ટ્રેશન શરૂ થશે