Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માસ્ક નહીં પહેરનારને એક હજાર સુધીનો દંડ કરોઃ હાઈકોર્ટની સરકારને ટકોર

માસ્ક નહીં પહેરનારને એક હજાર સુધીનો દંડ કરોઃ હાઈકોર્ટની સરકારને ટકોર
, શુક્રવાર, 24 જુલાઈ 2020 (17:44 IST)
કોરોનાની મહામારી મામલે હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો પર આજે સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે બહારથી આવતા લોકોને અટકાવવામાં આવે. માસ્ક ન પહેરનારને 1 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે અને જો કોઈ નારાજ થાય તેની ચિંતા સરકારે કરવાની જરૂર નથી. તેમજ કોરોનાની સારવાર માટે અપાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારી અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે. સરકારની ટેસ્ટ નીતિ સામે કોર્ટમાં અરજદારે વિરોધ કર્યો છે. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ ટેસ્ટ થવા જોઇએ. જેણે ટેસ્ટ કરાવવો હોય તેને કરવાની છૂટ મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈના રોજ અમદાવાદમાં જાહેરમાં થૂંકનારને દંડની રકમ 200થી વધારી રૂ. 500 કરાઈ છે, જ્યારે માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારા પાસેથી રૂ. 200ને બદલે રૂ.500 દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદ સિવાય અન્ય શહેરો, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક ન પહેરવા બદલ રૂ.200નો દંડ કરવામાં આવે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનમાં પણ વિક્રમ ખૂબ જ લોકપ્રિય છે. પાકિસ્તાની સેના તેમને શેર શાહ કહેતી હતી.