Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Coronavirus Upadate :ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના 19 પોઝીટીવ કેસ નોંધાયા

Gujarat Coronavirus Upadate :ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના 19 પોઝીટીવ કેસ નોંધાયા
, બુધવાર, 22 જુલાઈ 2020 (17:47 IST)
 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1026 નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 50 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં વધુ 34 લોકોના મોત થયા છે. 744 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 36403 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 50465 પર પહોંચી છે. 
 
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 225, અમદાવાદ કોર્પોરેશનમાં- 187, સુરત -73, વડોદરા કોર્પોરેશનમાં-60 , રાજકોટ કોર્પોરેશન 45, દાહોદ 39, ભાવનગર કોર્પોરેશન 26, બનાસકાંઠા 25, સુરેન્દ્રનગર 21, પાટણ 20, ગાંધીનગર 19,નર્મદા 19, ગીર સોમનાથ 18, મહેસાણા 18, નવસારી 17, પંચમહાલ 17, ભરૂચ 16, જામનગર કોર્પોરેશન- 16, વડોદરા 15, ખેડા 14, રાજકોટ 13, વલસાડ 13, અમદાવાદ 12, ભાવનગર 12, ગાંધીનગર કોર્પોરેશન 12, કચ્છ 9, આણંદ 8, બોટાદ 8, અમરેલી 7, જૂનાગઢ 7, મહીસાગર 6, મોરબી 6,જૂનાગઢ કોર્પોરેશન -5, સાબરકાંઠા 5, જામનગર 4, તાપી 4, પોરબંદર 2, અરવલ્લી 1, ડાંગ 1 અને દેવભૂમિ દ્વારકામાં એક કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 34 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 14, સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશન -5, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1 અને પાટણમાં 1 મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2201 પર પહોંચ્યો છે

05:46 PM, 22nd Jul
કોરોના...ગીર સોમનાથ
 
જિલ્લામાં વધુ 10 કેસ કોરોનાં પોઝિટિવ આવ્યા...
 
વેરાવળ 3, તાલાળા 3, ઉના 3, અને સુત્રાપાડા 1.
 
આંમ અત્યાર સુધીના કુલ 10 કોરોના પોઝિટિવ નોંધાયા...

05:45 PM, 22nd Jul
બ્રેકીંગ દાહોદ
 
દાહોદ માં કોરોના વિસ્ફોટ યથાવત
 
આજે એકસાથે ફરી 27 કેસ પોઝીટીવ નોંધાયા
 
દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો માં પણ કોરોના નો કહેર
 
દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો માં  સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું
 
એકસાથે વધતા જતા કેસો થી જિલ્લા માં ભય નો માહોલ

05:45 PM, 22nd Jul
વડોદરા પાદરા...
 
પાદરા માં આજે વધુ કોરોના ના 5 કેસ નોંધાયા...
 
પાદરા ના પાંચ પેકી એક કેસ રણું (ગ્રામ્ય) નો નોંધાયો....
 
પાદરા માં કોરોના નો આંકડો 262 પર પહોંચ્યો...
 
ગ્રામ્ય માં કોરોના નું સંક્રમણ વધ્યું...

05:44 PM, 22nd Jul
ભરૂચ કોરોના અપડેટ
 
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના 19 પોઝીટીવ કેસ નોંધાયા
 
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવના અત્યાર સુધી 700 કેસ થયા

05:44 PM, 22nd Jul
નવસારી
નવસારીમાં આજે કોરોના 400 પાર
 
જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા
 
 
જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસો 409 થયા
 
242 રિકવર, 33 મોત અને 134 એકટીવ કેસો

12:27 PM, 22nd Jul
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વધતા કોરોનાના સંક્રમણને પગલે બાયડના સાઠંબામાં વેપારીઓ બપોર પછી દુકાનો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બાયડ , માલપુર , વડાગામ બાદ હવે સાઠંબા પણ બંધ પાળવામાં આવશે. કોરોનાના વધતા કેસોના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.

12:25 PM, 22nd Jul
કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આજથી પાટણ શહેરની બજારો સ્વયંભૂ બંધ રખાવવા પાલિકા સજ્જ થઈ છે. 22 જુલાઈથી 31 જુલાઈ સુધી બપોરે 1 પછી બજારો બંધ રાખવા પાલિકાએ નિર્ણય લીધો છે. પાટણમાં કોરોનાના કેસો વધતાં પાલિકા કડક બનશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટ યાર્ડ 1 ઓગસ્ટથી 15 દિવસ બંધ, ઉના યાર્ડ 21થી 25 જુલાઈ સુધી બંધ