Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાની આ દવાને DCGIથી મળી અનુમતિ, એક ટેબલેટની કિમંત છે માત્ર 59 રૂપિયા

કોરોનાની આ દવાને  DCGIથી મળી અનુમતિ, એક ટેબલેટની કિમંત છે માત્ર 59 રૂપિયા
, શુક્રવાર, 24 જુલાઈ 2020 (18:27 IST)
ક્રોરોના વાયરસની સૌથી સસ્તી દવા બની ચુકી છે. તેને બજારમાં લાવવાની અનુમતિ પણ એક દવા કંપનીને મળી ગઈ છે. આ દવાને બજારમાં લાવવા માટે ડ્ર્ગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈંડિયા(DCGI)થી દવા કંપનીને અનુમતિ મળી ચુકી છે. આ દવાની એક ટેબલેટ માત્ર 59 રૂપિયામાં મળશે. 
 
આ દવાનુ નામ છે ફૈવીટૉન (Faviton), આ બનાવ્યુ છે બ્રિન્ટન ફાર્માસ્યૂટિકલ્સે કંપનીનો દાવો છે કે આ એંટીવાયરલ ડ્રગ છે જે કોરોના વાયરસ સામે લડવામાં કોરોના દર્દીઓની મદદ કરશે. આ દવાને ફૈવીપિરાવીર (Favipiravir) ના નામથી પણ બજારમાં વેચવામાં આવે છે. 
 
ફાઇનાન્સિયલ એક્સપ્રેસ અનુસાર, બ્રિન્ટન ફાર્માએ કહ્યું છે કે ફેવિટોન 200 મિલિગ્રામની ટેબલેટમાં આવશે. એક ટેબ્લેટની કિંમત 59 રૂપિયા છે. આ કિંમત મહત્તમ છૂટક કિંમત રહેશે. આ દવા વધુ કિંમતે વેચવામાં આવશે નહીં.
 
બ્રિન્ટન ફાર્માના સીએમડી રાહુલ કુમાર દરડાએ જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે આ દવા દેશના દરેક કોરોના દર્દીને આપવામાં આવે. અમે દરેક કોવિડ સેન્ટરમાં પહોંચાડીશુ.  અમારી દવાના ભાવ પણ ફિક્સ છે. આ એક સસ્તી દવા છે.
 
કંપનીએ કહ્યું છે કે આ સમયે ફૈવીપિરવીરની દવાની દરેકને જરૂર છે. આ દવા એવા દર્દીઓ માટે શ્રેષ્ઠ છે કે જેમને કોરોનાનુ સાધારણ કે મધ્યક સંક્રમણ છે. 
 
ભારતમાં ફૈવીપિરવીર (Favipiravir)ને ડીસીજીઆઈ એ કોરોનાવાયરસની કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને જૂન મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી. હવે તતેને બજારમાં લાવવાની પરવાનગી મળી છે.
 
બ્રિન્ટન ફાર્મા જાપાનની ફૂજીફિલ્મ તૉયોમા કેમિકલ કંપની સાથે એવીગન નામની દવા બનાવી રહી છે. આ દવા ફૈવીટૉનનુ જેનેરિક વર્ઝન છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના પ્રદેશ અધ્યક્ષના મત વિસ્તારને ફાયદો, નવસારીમાં રેલવે ઓવરબ્રિજની સમસ્યા ઉકેલાશે