Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓમિક્રૉન વૅરિયન્ટ : ગુજરાત બાદ આ પાડોશી રાજ્યમાં પણ એક કેસ, સરકાર શું પગલાં લઈ રહી છે?

ઓમિક્રૉન વૅરિયન્ટ : ગુજરાત બાદ આ પાડોશી રાજ્યમાં પણ એક કેસ, સરકાર શું પગલાં લઈ રહી છે?
, રવિવાર, 5 ડિસેમ્બર 2021 (11:21 IST)
ઓમિક્રૉન વૅરિયન્ટ : ગુજરાત બાદ આ પાડોશી રાજ્યમાં પણ એક કેસ, સરકાર શું પગલાં લઈ રહી છે?
 
ગુજરાતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે અને સાથે જ ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ એક કેસ નોંધાયો છે.
 
દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેમાંથી આવેલી વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જિનોમ સિક્વન્સિંગ બાદ જાણવા મળ્યું છે કે તે વ્યક્તિ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત થઈ છે.
 
જામનગરના જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ આ અંગે ખરાઈ કરી છે. જામનગરના જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીએ પત્રકારપરિષદમાં કહ્યું કે જ્યારથી આ વ્યક્તિ આવી હતી, ત્યારથી જ તકેદારીના ભાગરૂપે તેમને ડૅન્ટલ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા.
 
સાથે જ તેમણે જણાવ્યું છે કે નવા વૅરિયન્ટથી સંક્રમિત થયેલી વ્યક્તિના સંપર્કમાં આવેલ લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે.
 
ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત દરદીની સ્થિતિ હાલ સ્થિર છે, તેમના વિસ્તારને કન્ટેનમૅન્ટ ઝોન બનાવવામાં આવશે અને તેમના ઘરની આસપાસ માઇક્રૉ-કન્ટેનમૅન્ટ ઝોન બનાવવામાં આવશે.
 
આ વ્યક્તિ શંકાસ્પદ હોવાથી તેમનો જિનોમ સિક્વન્સિંગનો ટેસ્ટ કરાવ્યો હતો. આ અગાઉ કર્ણાટકમાં ઓમિક્રૉન વૅરિયન્ટના બે કેસ નોંધાયા હતા.
 
દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવેલા એક મુસાફર પણ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. સમાચાર એજન્સી એએનઆઈ અને પીટીઆઈ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે.
 
મુંબઈના કલ્યાણ-ડોમ્બિવલીમાં રહેતા એક 33 વર્ષીય શખ્સ વિદેશથી પરત ફર્યા હતા, જે બાદ તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

ઓમિક્રૉનથી સંક્રમિત વ્યક્તિ કોણ છે?
જિલ્લા કલેક્ટર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે 28 નવેમ્બરે અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર આ વ્યક્ત ઊતરી હતી અને તે જામનગર ગઈ હતી.
 
જામનગરના કોવિડ-19 નોડલ અધિકારી એસ. એસ. ચેટરજીના કહેવા પ્રમાણે ઝિમ્બાબ્વેથી ઓમિક્રૉનથી સંક્રમિત થયેલી વ્યક્તિ 71 વર્ષીય પુરુષ છે.
 
ચેટરજી કહે છે કે, "આ વ્યક્તિને શ્વસનસંબંધી બીમારીનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, તેમણે શહેરની ખાનગી લૅબમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને પરિણામ પૉઝિટિવ આવ્યું હતું."
 
"તેમને તાત્કાલિક કોવિડ-19 હૉસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા."
 
ઓમિક્રૉનથી સંક્રમિત વ્યક્તિ ઝિમ્બાબ્વેની નાગરિક છે, જ્યારે તેમનાં પત્ની જામનગરના છે, જેમને મળવા માટે તેઓ આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Omicron variant: ગુજરાતમાં જેના કેસ આવ્યા એ વૅરિયન્ટનાં લક્ષણો અન્ય વૅરિયન્ટ કરતાં અલગ છે?