Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Indian Navy Day 2020: જાણો 4 ડિસેમ્બરના રોજ કેમ ઉજવાય છે નૌસેના દિવસ

Indian Navy Day 2020:  જાણો 4 ડિસેમ્બરના રોજ કેમ ઉજવાય છે નૌસેના દિવસ
, શનિવાર, 4 ડિસેમ્બર 2021 (10:06 IST)
Indian Navy Day 2020: નૌસેના દિવસ (Navy day) દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે જ ભારતીય નૌસેના જાંબાજોએ પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. નૌ સેના દિવસ વર્ષ 1971ના ભારત-પાકિસ્તના યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતના ઉત્સવના રૂપમાં ઉજવાય છે. 3 ડિસેમ્બરે ભારતની હવાઈ મથક અને સરહદી ક્ષેત્ર પર પાકિસ્તાની સૈન્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા સાથે 1971 ની યુદ્ધની શરૂઆત થઈ હતી. તે પછી, પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે 'ઓપરેશન ત્રિશૂલ (ટ્રાઇડન્ટ)' શરૂ કરવામાં આવ્યું હતુ.
 
આ ઓપરેશન પાકિસ્તાની નૌકાદળના કરાચી મુખ્યાયને ટારગેત કરીને  શરૂ કરવામાં આવ્યુ હતુ. એક હુમલાવર સમુહ જેમા એક મિસાઇલ બોટ અને બે યુદ્ધ જહાજો સામેલ હતા, જેણે કરાચીના દરિયાકાંઠે વહાણના એક સમૂહ પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં પહેલીવાર જહાજ પર એન્ટી શિપ મિસાઇલો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનના ઘણા જહાજો નષ્ટ થઈ ગયા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઓઇલ ટેન્કરો પણ નષ્ટ કરવામાં આવ્યા. 
 
ભારતીય નૌસેનાએ ભારતીય સૈન્યનો દરિયાઇ ભાગ છે, જેની સ્થાપના 1612 માં કરવામાં આવી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના જહાજોની સુરક્ષા માટે ઇસ્ટ ઈન્ડિયા કંપનીના સમુદ્રી સેનાતરીકે સૈન્યની રચના કરી. જેનું નામ બાદમાં રોયલ ઈન્ડિયન નેવી રાખવામાં આવ્યું. ભારતની આઝાદી પછી, વર્ષ 1950 માં નૌકાદળની ફરીથી રચના કરવામાં આવી અને તેનું નામ બદલી ઈંડિયન નેવી કરવામાં આવ્યું.
 
ઉલ્લેખનીય છે કે નૌસેના દિવસ જે ગતિવિધિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેની યોજના વિશાખાપટ્ટનમમાં સ્થિત ભારતીય નૌસેના કમાન  દ્વારા તૈયાર કરવામાં આવે છે. શરૂઆત યુદ્ધ સ્મારક પર ફુલમાળા ચઢાવીને કરવામાં આવે છે.  અને પછી નૌકાદળ સબમરીન, જહાજો, વિમાન, વગેરેની તાકત અને કુશળતાનુ પ્રદર્શન કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસમાં વિદેશથી આવેલા 220 મુસાફરોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા