Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mobile addiction in children- બાળકોમાં મોબાઈલની લત આ રીતે છોડાવવી

Mobile addiction in children- બાળકોમાં મોબાઈલની લત આ રીતે છોડાવવી
, ગુરુવાર, 1 જૂન 2023 (16:14 IST)
How to Break Your Child Smartphone- નાના બાળકોના સારા વિકાસ માટે તેમના માટે રમતગમત જેવી શારીરિક પ્રવૃત્તિ કરવી ખૂબ જ જરૂરી છે. જો કે, આજકાલ મોટાભાગના બાળકો મોબાઈલ ફોનની લતનો શિકાર બની ગયા છે, જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર પણ અસર કરે છે.
 
- તમારી સાથે શરૂઆત કરો
 
બાળકોને ફોનથી દૂર રાખવા માટે વાલીઓએ પોતે જ મોબાઈલથી દૂર રહેવું પડશે. વાસ્તવમાં, બાળકો તેમના માતાપિતા પાસેથી બધી સારી અને ખરાબ ટેવો શીખે છે.
 
- પ્રેમથી સમજાવો
સામાન્ય રીતે બાળકો ફોનનો ઉપયોગ ગેમ રમવા માટે કરે છે. આવી સ્થિતિમાં બાળકોને રમત રમતા જોઈને માતા-પિતા તરત જ તેમને ઠપકો આપે છે. જો કે, આવી સ્થિતિમાં બાળકોને ગેમ રમતી વખતે મારવાનું ટાળો અને ફોન સાઈડમાં રાખ્યા પછી બાળકોને પ્રેમથી બેસાડીને સમજાવવાનો પ્રયાસ કરો.
 
- બાળકોને આપવુ ફોન 
ઘણી વાર બાળકને રડતા જોઈ કે ભોજન ન કરવાની જીદ પર પેરેંટસ તેમને ફોન આપી દે છે. તેથી બાળક બાળપણથી ફોનની ટેવના શિકાર ર્ગઈ જાય છે. તેથી બાળકોને ફોન કદાચ ન આપવો જોઈએ. 
 
ધ્યાન રાખો.. 
1. જ્યા સુધી બની શકે નાના બાળકોને હાથમાં મોબાઈલ ન આપવો જોઈએ 
2. જો બાળકોને મોબાઈલ આપવો જરૂરી હોય તો તેને ક્યારેય હાઈટેક અને ઉચ્ચ તકનીલવાળો મોબાઈલ ન આપો. 
3. મોબાઈલ ફોનના રેડિએશનથી બાળકોને વધુ નુકશાન થાય છે કારણ કે બાળકો તેના પ્રત્યે મોટા કરતા વધુ સંવેદનશીલ હોય છે. 
4. મોબાઈલ ફોન બાળકોમાં મેમોરી લૉસ અને એલ્જાઈમર્સ જેવી બીમારીઓની શક્યતાને વધારે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Inauspicious Gifts: દીકરીની વિદાયમાં શા માટે નહી આપવા જોઈએ અથાણુ? જાણો શું છે તેના પાછળના કારણ