Confidence -કોઈમા પણ આત્મ વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. તેનાથી માણસ જીવનની કોઈ પણ પરીક્ષાને સરળતાથી પાસ કરી શકે છે. પણ જો કોઈને ક્નાફિડેટ બનાવવા તેમના માતા-પિતાની જ જવાબદારી હોય છે અને આ બાળપણથી જ કોઈ પણ માણસમાં નાખવી જ જોઈએ. આવુ ન કરતા બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે અને તેમની ખચકાટ પછીથી પણ પોતાને પ્રગટ કરી શકતી નથી. આ મુશ્કેલીનું કારણ બની શકે છે અને જીવનમાં પડકારોનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા બાળક સાથે આવું ન થાય અને તે આત્મવિશ્વાસ પામે, તો આ અસરકારક ટિપ્સ ઉપયોગી થશે.
બાળકના વખાણ કરો
જ્યારે પણ બાળક કોઈ સારુ કામ કરે તો તેમના વખાણ કરો. તમારા આવુ કરવાથી બીજી વાર તે વધુ સારુ કરવા માટે પ્રેરિત થશે. પેરેંંટસના વખાણથી બાળકનો કાંફિડેંસ વધે છે.
બાળકોથી પ્રેમ કરો
તમે બોલમા વાપરતા ખોટી રીત અને ભાષા બાળકને નર્વસ ફીલ કરાવે છે. તેથી તમારા બાળકો માટે ટાઈમ જરૂર કાઢો અને તેમનાથી પ્રેમથી વાત કરો. તેમના સવાલોના જવાબ આપો. તેમની વાતોને રૂચિથી સાંભળો. તેનાથી બાળક કાંફિડેંટ હોય છે.
નિગેટિવ વિચાર દૂર રાખો
બાળક તેમની આસપાસના વાતાવરાણથી ઘણુ બધુ શીખી લે છે. તેથી માતા-પિતાની જવાબદારી બને છે કે તે બાળકોને નેગેટિવ વાતાવરણથી દૂર રાખે. તેની સાથે જ તેમની સામે નેગેટિવ વાત જેમ તારાથી ન થાય, પડી જશો કે ઈજા થશે જેવા શબ્દો ન વાપરવા. તેનાથી બાળકો પર નેગેટિવ અસર પડશે.
સરખામણી ન કરવી
કાંફિડેંટ થવા માટે બાળક પોતાને બેસ્ટ સમજવુ જરૂરી છે. તેથી તેમની સરખામણી કોઈ બીજા બાળકથી કયારે ન કરવી. કોઈ મહાપુરૂષની બાયોગ્રાફી કે લોકોના સારા કામ વિશે જણાવો તેથી તે પ્રેરિત થશે. બીજા બાળકોથી સરખામણી કરતા તેમાં ઈર્ષ્યા અને હીન ભાવના પેદા થઈ શકે છે. જેનાથી તે કોઈ નવા કામ કરવામાં અચકાવશે અને એક દબાણ અનુભવશે. બાળકથી ખુલીને વાત કરવી અને તેમણે આ સમજાવવુ કે દરેક માણસ જુદો હોય છે બધાની તેમની વિશેષતા અને ખામીઓ હોય છે તેનાથી તે તેમની ખામીને પણ સુધારવાની કોશિશ કરશે.