India Defence Budget 2026: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે 1 ફેબ્રુઆરી 2026 ના રોજ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજુ કર્યુ. આ બજેટમાં રોજગાર, અભ્યાસ, સ્વાસ્થ્ય સહિત વિવિધ ક્ષેત્રો માટે અનેક મોટા એલાન કરવામાં આવ્યા છે. બજેટ 2026 માં રક્ષા ક્ષેત્ર માટે પણ મોટી ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં સેનાનુ આધુનિકરણ એક મુખ્ય ફોકસ ક્ષેત્ર છે.
ભારતનુ રક્ષા બજેટ
નાણાકીય વર્ષ 2026-27 માટે સંરક્ષણ મંત્રાલયને રૂ. 7.8 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટ ખાસ કરીને સંરક્ષણ દળોના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સરકારે લશ્કરી આધુનિકીકરણ માટે રૂ.2.19 લાખ કરોડ ફાળવ્યા છે. સંરક્ષણ મૂડી બજેટમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે ગયા વર્ષના રૂ.1.80 લાખ કરોડથી વધીને રૂ.2.19 લાખ કરોડ થયો છે, જે સંરક્ષણ તૈયારીઓ અને આધુનિક સાધનોની ખરીદીને મજબૂત બનાવશે.
2025 માં ભારતનુ રક્ષા બજેટ
કેન્દ્રીય બજેટ 2025 માં રક્ષા એટલે કે ડિફેંસ ક્ષેત્ર માટે કુલ 6.8 લાખ કરોડ રૂપિયાના બજેટનુ એલાન કરવામાં આવ્યુ હતુ.
2024 માં ભારતનુ રક્ષા બજેટ
2024 માં ભારતનુ રક્ષા બજેટ 6.21 લાખ કરોડ રૂપિયા હતુ. આ રાશિ નાણાકીય વર્ષ 2023-24 ની તુલનામાં 4.79 ટકા વધુ હતુ. ત્યાર કુલ 5.94 લાખ કરોડ રૂપિયા બજેટની વહેંચણી કરવામાં આવી હતી.
બીજા દેશોનુ બજેટ કેટલુ છે ?
ચીને 2025-26 માટે જંગી સંરક્ષણ બજેટની જાહેરાત કરી. ચીનનું કુલ સંરક્ષણ બજેટ 249 અરબ અમેરિકી ડોલર હતું. આ પાછલા વર્ષ કરતાં આશરે 7.2 ટકાનો વધારો દર્શાવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ પાસે વિશ્વમાં સૌથી મોટું સંરક્ષણ બજેટ છે. Global Fire Power ના મુજબ અમેરિકાનુ રક્ષા બજેટ 895 અરબ ડોલર છે.