વિક્કી કૌશલ (Vicky Kaushal) અ ને કેટરીના કેફ (Katrina Kaif) ના લગ્નને લઈને ખૂબ લાંબા સમયથી રાહ જોવાય રહી હતી. અને છેવટે હવે આ કપલ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યુ છે. વિક્કી અને કેટરીનાના લગ્નના ફંકશન શરૂ થઈ ચુક્યા છે અને બંને 9 ડિસેમ્બરના રોજ સાત ફેરા લેવા જઈ રહ્બ્યા છે. બંનેના લગ્નને લઈને અનેક સમાચાર આવ્યા હતા તેમા પ્રાઈવેસીનુ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. આટલી પ્રાઈવેસી પાછળનુ કારણ સામે આવ્યુ છે.
વિક્કી અને કેટરીનાના લગ્નની દરેક ડિટેલ ફેંસને જોવા મળશે પણ આ બધા વ્યુ ફેંસને એક ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે. જી હા ઓટીટી પ્લેટફોર્મ સાથે વિક્કી અને કેટરીનાના લગ્નને લઈને એક ડીલ થઈ છે. જ્યારબાદ આટલી પ્રાઈવેસીનુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. જેથી કોઈપણ ફોટો કે વીડિયો વાયરલ ન થાય.
આટલા કરોડમાં ડીલ થઈ ફાઈનલ
મિડ-ડે ની રિપોર્ટ મુજબ કેટરીના કેફ અને વિક્કી કૌશલે પોતાના લગ્નના ટેલિકાસ્ટ રાઈટ્સ એમેજોન પ્રાઈમને વેચી દીધા છે. આ ડીલ 80 કરોડમાં ફાઈનલ થઈ છે. આ ડીલને કારને જ કેટરીના અને વિક્કીએ પોતાના ગેસ્ટ સાથે એનડીએ સાઈન કરાવ્યા છે. જેથી ઓટીટી પ્લેટફોર્મ પહેલા લગ્નની કોઈ પણ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ ન થાય્
આવતા વર્ષે થશે રિલીજ
વિક્કી અને કેટરીનાના લગ્નની વેડિંગ સીરીઝમાં તેમના રોમાંસથી લઈને રોકા સેરેમની અને ચાર દિવસના રાજસ્થાનમાં થયેલા ફંક્શન બધાને બતાવવામાં આવશે. વિક્કી અને કેટરીનાની લગ્નનો વીડિયો વર્ષ 2022માં ડિઝિટલ પ્લેટફોર્મ પર રજુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પ્રિયંકા ચોપડા અને નિક જોનસે પણ પોતાના લગ્નની સીરીઝની ડીલ ઓટીટી પ્લેટફોર્મ સાથે કરી હતી.
ઉલ્લેખનીય છે કે એનડીએમાં ગેસ્ટ સાથે પ્રાઈવેસી કાયમ રાખવા ને વેન્યુ તરફથી કોઈપણ પ્રકારનો ફોટો લીક કરવાની ના પાડવામાં આવી છે. ગેસ્ટ સાથે એક નોટ શેયર કરી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે અમે તમને બધાને રિકવેસ્ટ કરીએ છીએ કે તમારો ફોન તમારા રૂમમાં જ મુકીને આવો અને સેરેમની દરમિયાન કોઈ ફોટોઝ પોસ્ટ ન કરશો અને ન તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. આ સાથે જ વિક્કી અને કેટરીનાના લગ્નમાં 120 ગેસ્ટ સામેલ થવાના છે.
વિક્કી અને કેટરીના સવાઈ માઘોપુરના સિક્સ સેંસ ફોર્ટ બરવાડામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નનુ ફંક્શન શરૂ થઈ ચુક્યુ છે. મંગળવારની રાત્રે વિક્કી અને કેટરીનાની મેહંદીનુ ફંકશન રાખવામાં આવ્યુ હતુ. આ ફંક્શનમાં બંને પરિવારે મળીને ખૂબ એંજોય કર્યુ છે.