બૉક્સિંગ પર બનેલી મિથુન ચક્રવર્તીની ફિલ્મ 'બૉક્સર', ધર્મેન્દ્રની 'અપને', પ્રિયંકા ચોપરાની 'મેરી કૉમ' અને અનુરાગ કશ્યપની 'મુક્કાબાઝ' ધણી ચર્ચિત ફિલ્મો છે. અને હવે બોજપુરીના સુપરહિટ એક્શન હીરો સુદીપ પાંડેની બૉક્સિંગ પર હિન્દી ફીચર ફિલ્મ 'વી ફોર વિક્ટર' માર્ચ 2019માં રિલીઝ થઈ રહી છે. સુદીપ પાંડેએ ડઝનથી વધુ ભોજપુરી ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યા બાદ પહેલીવાર હિન્દી ફીચર ફિલ્મ વી ફોર વિક્ટરમાં હીરો તરીકે આવી રહ્યા છે. ફિલ્મના દિગ્દર્શક છે એસ. કુમાર.
આ ફિલ્મ અંગે જણાવતા સુદીપ પાંડે કહે છે કે, એમાં બૉક્સરના જીવનના ઉતાર-ચડાવ દર્શાવવામાં આવ્યા છે.ફિલ્મમાં મેં વિક્ટરનું પાત્ર ભજવ્યું છે જે સામાન્ય વ્યક્તિ છે અને એ કેવી રીતે બૉક્સર બને છે. એટલું જ નહીં, એ કેવી રીતે દેશહિતમાં કામ કરે છે. આ એક મેયુઝિકલ, પારિવારિક અને એક્શનથી ભરપુર ફિલ્મ છે.
ફિલ્મ 'વી ફોર વિક્ટર' માં બંગાળી હીરોઇન પામેલા, સાઉથની સ્ટાર રૂબી પરિહાર, નસીર અબ્દુલ્લા, ઉષા વાચ્છાની, રાસુલ ટંડન, સંજય સ્વરાજ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. પહેલીવાર આ ફિલ્મમાં સુદર્શન ન્યુઝના ચેરમેન સુરેશ ચવ્હાણ પણ અભિનય કરતા જોવા મળશે. એસ. કુમાર દિગ્દર્શિત ફિલ્મના લેખક છે રમેશ મિશ્રા (આઈએએસ), સંગીતકાર સંજીવ-દર્શન, ગીતકાર સંજીવ ચતુર્વેદી અને કૃષ્ણા ભારદ્વાજ છે.