બોલીવુડ અભિનેતા તુષાર કપૂર પિતા બની ગયા છે. જો કે તુષારે હજુ સુધી લગ્ન કર્યા નથી. પણ તમે વિશ્વાસ નહી કરો કે ન કરો આ બિલકુલ હકીકત છે. ઉલ્લેખનીય છે કે તુષાર કપૂર સેરોગેસીની મદદથી પિતા બન્યા છે.
ખાસ વાત એ છે કે તુષાર એક પુત્રના પિતા બન્યા છે. મતલબ કપૂર ખાનદાનમાં આ નવા મેહમાન આવી ગયા છે. તુષાર સિંગલ પેરેંટ બનવા માંગતા હતા અને પોતાની આ ઈચ્છા પૂરી કરવા માટે તેમણે આઈવીએફ તકનીકીની મદદ લીધી અને સેરોગેસીની મદદથી એક પુત્રના પિતા બની ગયા.
તુષારે ખુદ આ ખુશબર સંભળાવતા કહ્યુ કે ગયા અઠવાડિયે હુ પિતા બની ગયો. મે મારા પુત્રનુ નામ લક્ષ્ય રાખ્યુ છે. તુષારના પિતા જીતેન્દ્ર અને મા શોભાએ કહ્યુ કે અમે અમારા પુત્રના આ નિર્ણયથી ખુશ છીએ અને આશા છે કે તે પોતાના પુત્રની જવાબદારીઓ સારી રીતે નિભાવશે.