Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hijab Controversy- હિજાબ પર સેલેબ્સનું રિએક્શન

Hijab Controversy- હિજાબ પર સેલેબ્સનું રિએક્શન
, શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (13:56 IST)
સુપ્રિમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ 
 
જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની 
 
સલાહ આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.

 
એક્ટ્રેસ કંગનાએ સોશિયલ મીડિયા પર ઓથર આનંદ રંગાનાથાનની પોસ્ટ શેર કરીને લખ્યું, જો હિંમત હોય તો અફઘાનિસ્તાનમાં બુરખા વગર ફરીને દેખાડો. પીંજરામાં કેદ રહેવાને બદલે આઝાદ રહેતા શીખો.
 
શબાના આઝમીનું રિએક્શન
કંગનાની પોસ્ટ પર રિએક્ટ કરતા શબાના આઝમીએ લખ્યું, જો હું ખોટી છું તો મને સાચી પાડો. અફઘાનિસ્તાન એક ધાર્મિક રાજ્ય છે અને જ્યારે મેં છેલ્લીવાર ચેક કર્યું ત્યારે ભારત એક ધર્મનિરપેક્ષ લોકશાહી ગણતંત્ર હતું?
 
જાવેદ અખ્તરે કહ્યું હતું કે તેઓ ક્યારે પણ હિજાબ અથવા બુરખાના સમર્થનમાં નથી રહ્યા. પરંતુ ટોળા દ્વારા છોકરીઓને ધાકધમકી આપવાની નિંદા કરી છે. સ્કૂલ-કોલેજમાં યુનિફોર્મને લઈને થયેલા વિવાદ પર હેમા માલિનીએ સ્કૂલમાં યુનિફોર્મનું સન્માન આપવાની વાત કહી છે તેમજ સ્વરા ભાસ્કર અને રિચા ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્ણાટકમાં બનેલી આ ઘટનાને શરમજનક ગણાવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"ગહરાઈયાં" જોતા જ દર્શકોએ દીપિકા પાદુકોણની પીઠ થપથપાવી, છેલ્લો સીન કર્યો ઈમોશનલ