Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Adipurush: આદિપુરુષના મેકર્સનુ મોટુ એલાન, સિનેમાઘરોમાં હનુમાનજી માટે એક સીટ રિઝર્વ રહેશે

Adipurush: આદિપુરુષના મેકર્સનુ મોટુ એલાન, સિનેમાઘરોમાં હનુમાનજી માટે એક સીટ  રિઝર્વ રહેશે
નવી દિલ્હી , બુધવાર, 7 જૂન 2023 (12:16 IST)
જૂનનો મહિનો પ્રભાસના ફેંસ માટે ખૂબ જ શાનદાર રહેવાનો છે. લાંબી રાહ જોયા પછી અભિનેતાની ફિલ્મ આદિપુરૂષ 16 જૂનના રોજ સિનેમાઘરમાં રજુ થશે. ફિલ્મના પ્રમોશનની શરૂઆત થઈ ચુકી છે. ફિલ્મ આદિપુરુષમાં રામાયણની સ્ટોરી મોર્ડન તકનીકનો ઉપયોગ કરીને મોટા પડદા પર બતાવાશે.  ફિલ્મને લઈને પહેલાથી જ દર્શકોમાં એક્સાઈટમેંટનુ વાતાવરણ છે. આવામાં હવે મેકર્સએ ફિલ્મને લઈને એક વધુ મોટી એનાઉસમેંટ કરી દીધી છે. તો ચાલો જાણીએ.. 



ફિલ્મ આદિપુરૂષના મેકર્સે ફિલ્મને લઈને એક મોટો  નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન દરેક થિયેટરમાં એક સીટ ખાલી રહેશે.  આ ખાલી સીટ ભગવાન હનુમાનને ડેડિકેટ કરવામાં આવશે. 
 ભગવાન હનુમાન પ્રત્યે લોકોની આસ્થાનો ઉત્સવ મનાવવાના હેતુથી મેકર્સે આ નિર્ણય લીધો છે. આદિપુરૂષના મેકર્સે પોતાના નિવેદનમાં લખ્યુ છે કે જ્યારે પણ રામાયણનો પાઠ કરવામં આવે ચેહ ત્યારે ભગવાન હનુમાન પ્રગટ થાય છે.  આ અમારો વિશ્વાસ છે. આ આસ્થાનુ સન્માન કરતા આદિપુરુષની દરેક સ્ક્રીનિંગ દરમિયાન એક સીટ વેચ્યા વગર અનામત રાખવામાં આવશે. રામના સૌથી મોટા ભક્તના સમ્માનનો ઈતિહાસ સાંભળો.  આ મહાન કાર્યની શરૂઆત અમે અજ્ઞાત રીતે કરી. અમે બધાને ભગવાન હનુમાનની હાજરીમાં આદિપુરૂષને મોટી ભવ્યતા સાથે જોવી જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HBD એકતા કપૂર - 22 વર્ષની વયમાં લગ્ન કરવા માંગતી હતી 48 વર્ષની Ekta Kapoor, સફળતાના નશામાં અનેક સપનાની આપી કુરબાની