Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LPG Gas Cylinder Subsidy: ખુશખબર, સરકારે રજુ કરી LPG સિલેંડરની સબસીડી, તમે પણ ફટાફટ ચેક કરો એકાઉંટ

LPG Gas Cylinder Subsidy: ખુશખબર, સરકારે રજુ કરી LPG સિલેંડરની સબસીડી, તમે પણ ફટાફટ ચેક કરો એકાઉંટ
, બુધવાર, 7 જૂન 2023 (11:28 IST)
LPG Gas Cylinder Subsidy: સરકાર તરફથી એલપીજી કનેક્શન ધારકોના ખાતામાં કરોડો રૂપિયાની એલપીજી સિલેંડર સબસીદી ટ્રાંસફર કરવામાં આવી છે. અગાઉ રાજસ્થાનની અશોક ગહલોત સરકાર તરફથી પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 500 રૂપિયામાં એલપીજી સિલેંડર આપવાની જાહેરત કરવામાં આવી હતી. આ યોજનાને સરકારે નવ નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી લાગૂ કરી દીધી. આ માટે રાજ્ય સરકાર તરફથી ઈન્દિરા ગાંધી ગેસ સિલેંડર સબસીડી યોજના ચલાવવામાં આવી રહી છે. તેમા સરકાર તરફથી લાભાર્થીઓને માત્ર 500 રૂપિયામાં ગેસ સિલેંડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. 
 
મુખ્યમંત્રી અશોક ગહલોતે લાભાર્થી ઉત્સવ કાર્યક્રમમાં ઈન્દિરા ગાંધી ગેસ સિલેંડર સબસીડી યોજનાના પ્રથમ ચરણની શરૂઆત કરી. જેના હેઠળ સીએમએ 14 લાખ લાભાર્થીઓના બેંક એકાઉંટમાં 60 કરોડ રૂપિયા ટ્રાંસફર કર્યા છે. યોજના હેઠળ આખા વર્ષમાં 12 સિલેંડર 500 રૂપિયાના દરે આપવામાં આવશે. ત્યારબાદ સિલેંડર લેનારાઓને સામાન્ય કિમંતથી ચુકવણી કરવી પડશે. મુખ્યમંત્રીએ આ અવસર પર કહ્યુ જુઓ જે કહ્યુ કે કરી બતાવ્યુ. વચન પાળ્યુ.  

આ યોજના 1 એપ્રિલ 2023 થી શરૂ થઈ
તમને જણાવી દઈએ કે રાજસ્થાન સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. આ યોજના સરકાર દ્વારા 1 એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવી છે. જો તમે રાજસ્થાનના રહેવાસી છો અને સબસિડીના પૈસા તમારા ખાતામાં નથી આવ્યા તો તમને જણાવી દઈએ કે ખાતાને આધાર સાથે લિંક કરવું જરૂરી છે, સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં આવશે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Biparjoy - વાવાઝોડું બિપરજોય ભયાનક બનશે, 160 કિ.મિ.ની ઝડપે ફૂંકાશે પવન, ગુજરાત પર કેટલો ખતરો?