Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Halloween 2019 - સોનમ કપૂરે મૂગલ-એ-આઝમની અનારકલી બનીને કર્યા હેરાન, સોહા અલી ખાનની પુત્રી પણ બની ચુડૈલ

Halloween 2019 - સોનમ કપૂરે મૂગલ-એ-આઝમની અનારકલી બનીને કર્યા હેરાન, સોહા અલી ખાનની પુત્રી પણ બની ચુડૈલ
, શુક્રવાર, 1 નવેમ્બર 2019 (17:24 IST)
બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર હંમેશા પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે.   આ મામલે સોનમ કપૂર પોતાના પ્રશંસકોને હેરાન કરવામાં ક્યારેય પાછળ રહેતી નથી. ખાસ કરીને વાત જ્યારે ફેશનની આવતી હોય. આ વખતે હેલોવીન 2019(Halloween 2019) પર પણ કંઈક આવુ જ થયુ. ઉલ્લેખનીય છે કે હૈલોવીન એક એવો ફેસ્ટિવલ છે જેમા લોકો ચુડૈલ અને ભૂતની ડ્રેસ પહેરે છે અને તેમના જેવો મેકઅપ કરે છે. આ ફેસ્ટિવલ મુખ્ય રૂપે મધ્ય યુરોપમાં ઉજવાય છે. પણ હવે તેને  બોલીવુડમાં પણ પોતાની અસર બતાડવી શરૂ કરી દીધી છે.છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડ અભિનેતા અભિનેત્રી હૈલોવીન પર ચુડૈલ અને ભૂતોની ડ્રેસમાં જોવા મળે છે. હૈલોવીન પર સોનમ કપૂરે પોતાની ડ્રેસ દ્વારા સૌને હૈરાન કરી નાખ્યા. 
webdunia
હૈલોવીન 2019 પર જે લોકો એવુ વિચારી રહ્યા છે કે સોનમ કપૂરે આવુ તો શુ પહેરી લીધુ કે જેની આટલી ચર્ચા થઈ રહી છે. તો તમને બતાવી દઈએ કે સોનમ કપૂરે આ વખતે હૈલોવીન પર મૂગલ-એ-આઝમની અનારકલીની ડ્રેસ પહેરી છે. જો કે હૈલોવીન જેવા ફેસ્ટિવલ માટે આ એક અનોખી ડ્રેસ હોઈ શકે છે. પણ અહી તેની ફરિયાદ નથી કરી શકાતી.   સોનમ કપૂરે મુગલે-એ આઝમની અનારકલી ડ્રેસ પહેરેલ પોતાની ફોટો સોશિયલ મીડિયા સાઈટ ઈસ્ટાગ્રામ પર પણ નાખી છે જે જોતજોતામાં જ વાયરલ થઈ ગઈ છે. અનારકલી ડ્રેસમાં સોનમ ક્પૂરના સૂટથી લઈને હેયર અને એક્સપ્રેશન બધુ જ પોઈંટ્પર છે. એટલુ જ નહી સોનમ ક્પૂરે પોતાની આ ડ્રેસ પતિ આનંદ આહુજાના ફેશન લેબલ Bhane માંથી લીધી છે. 
webdunia
ઈસ્ટાગ્રામ પર પોતાની ફોટો પોસ્ટ કરતા સોનમ કપૂરે કૈપ્શન આપ્યુ - પ્યાર કિયા તો ડરના ક્યા.. Bhaanexhalloween.' આ સાથે જ તેમણે હૈશટૈગ #bhaane #mughleazam #anarkaliનો ઉપયોગ કર્યો. 
webdunia
હૈલોવીન 2019 પર સોનમ કપૂર ઉપરાંત આમિર ખાનની પુત્રી ઈરા ખાન અને પ્રીતિ ઝિંટાએ સલમાન ખાન સાથે સ્પેશ્યલ લુકમાં ફોટો પોસ્ટ કર્યો છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy Halloweeennnnnn


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

18ની ઉમ્રમાં ગૌરી પર દિલ હારી બેસ્યા હતા શાહરૂખ, પેરેંટસથી મળ્યા તો છુપાવવું પડ્યું હતું તેમનો ધર્મ