સલમાન ખાન એક નવા કાનૂની સકંજામાં ફસાઇ ગયો છે. રેપ્ડ વુમનવાળા નિવેદનને લઇને મચેલા વિવાદ વચ્ચે યુપીના એક વકીલે કાનપુરની નીચલી અદાલતમાં સલમાન વિરૂધ્ધ મહિલાઓના સન્માનને હાની પહોંચાડવાને લઇને એક અરજી દાખલ કરી છે.
મનોજ દિક્ષિત નામના વકીલે કહ્યુ છે કે, મેં વિચાર્યુ કે તેને રેપની ફીલીંગને લઇને કેવી રીતે ખબર છે ? આખરે તેણે લગ્ન તો કર્યા નથી. સલમાને મહિલાઓના સન્માનને ચોંટ પહોંચાડી છે. તેની કોમેન્ટ મહિલા વિરોધી, બેઇજ્જત અને નીચલા સ્તરની માનસિકતા દર્શાવે છે. આ મામલામાં આઇપીસીની કલમ-294 અને 509 હેઠળ ફરિયાદ નોંધાવી છે. અદાલતે અરજી ધ્યાને સ લીધી છે અને કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.
બીજી બાજુ શિવસેનાએ સલમાન ખાનના બળાત્કાર સંબંધી નિવેદન પર તેમની ખૂબ આલોચના કરતા નિર્દેશકોને અપીલ કરી કે તેઓ મહિલાઓનુ સન્માન કરતા બોલીવુડ સુપરસ્ટારનો ત્યા સુધી બહિષ્કાર કરે જ્યા સુધી તેઓ પોતાના આ નિવેદન પર શરત વગર માફી માંગી લે.
શિવસેનાની પ્રવક્તા મનીષા કાયંદેએ કહ્યુ, "મે સલમાન ખાનથી વધુ બેશરમ કોઈ સેલિબ્રિટી નથી જોઈ. શરૂઆતથી જ તેમનો સ્વભાવ વિનાશકારી રહ્યો છે. તેઓ વિલુપ્તપ્રાય જીવોને મરે છે. ફુટપાથ પર લોકોની હત્યા કરે છે અને હવે વિડંબના એ છે કે લોકો હજુ પણ તેમને નાયક માન છે."
ઉલ્લેખનીય છે કે સલમાને હાલમાં જ કહ્યુ હતુ કે, સુલતાનના શુટીંગ બાદ મને રેપ્ડ વુમન જેવી અનુભુતી થઇ હતી. તે પછી મહિલા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. રાષ્ટ્રીય મહિલા પંચે સલમાનને ૭ દિવસમાં માફી માંગવાનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ