શક્તિ કપૂરે 700થી પણ વધુ ફિલ્મો અને ત્રણ દાયકામાં નેગેટીવ ભૂમિકાઓ કરી

બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (09:08 IST)
બોલીવુડમાં ખૂબ જ ઓછા સમયમાં પોતાનો પગદંડો જમાવી ચૂકી છે. શ્રદ્ધા કપૂર હવે પોતાના પિતા શક્તિ કપૂરને ગિનિઝ વલ્ર્ડ રેકોર્ડસમાં સ્થાન અપાવવા માંગે છે. 
 
શ્રદ્ધાનું કહેવું છે કે તેના પિતા શક્તિ કપૂરે 700થી પણ વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જે મહત્વપૂર્ણ કહી શકાય છ. જેના માટે શ્રદ્ધા કપૂર તેમના નામને ગિનિઝ વલ્ર્ડ રેકોર્ડમાં લાવવા માટે પહેલ કરી રહી છે. 
 
આમ પણ જોઈએ તો શ્રદ્ધા કપૂરને પિતા શકતિ કપૂર માટે લગાવ વધુ છે. તો તેના માટે શ્રદ્ધા ગિનિઝ વર્લ્ડ રેકોર્ડસના અધિકારીઓઅ સાથે વાત કરવા માટે  વિચારી રહી છે. શ્રદ્ધાનું કહેવું છે કે તેના પિઅતાએ ત્રણ દાયકા સુધી બોલીવુડની ફિલ્મોમાં નેગેટીવ ભૂમિકાઓ કરી છે. તો આ માટે તેમને ગિનિઝ વર્લ્ર્ડ રેકોર્ડસ તરફથી સર્ટીફીકેટ મળવું જ જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોકસ - સરદારનો જન્મ-દિવસ