Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહરૂખ-ગૌરી વચ્ચે ઈવેંટમાં થઈ હતી લડાઈ ? વાયરલ વીડિયો જોઈ ફેંસ બોલ્યા - ખાન સાહેબ ગુસ્સામાં

shahrukh gauri khan
, ગુરુવાર, 6 એપ્રિલ 2023 (17:26 IST)
Shah Rukh Khan-Gauri Khan Video: બોલીવુડના મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાન(Shah Rukh Khan) હાલ ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં જ દેશના જાણીતા બિઝનેસ મેન મુકેશ અંબાનીના કલ્ચરલ ઈંવેટ સેંટરની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખે ફિલ્મ પઠાન (Pathaan) ના જૂમે જો પઠાન ગીત પર જોરદાર ડાંસ કર કર્યો છે. આ દરમિયાન શાહરૂખના અનેક ફોટો-વીડિયો સામે આવ્યા છે. જેમા શાહરૂખખનનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાય રલ થઈ રહ્યો છે. જેમા તે પોતાની વાઈફ ગૌરી ખાન (Gauri Khan) સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર ફેંસ હવે રિએક્ટ કરવુ શરૂ કરી દીધુ છે અને દાવો કરી રહ્યા છે કે  આ બંને વચ્ચે ઝગડો થઈ રહ્યો છે. 
 
 શું અંબાણી ઈવેન્ટમાં શાહરૂખ અને ગૌરી વચ્ચે થયો હતો વિવાદ ?
 
ઇન્સ્ટન્ટ બોલિવુડે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શાહરૂખ અને ગૌરી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હશે. જેના માટે શાહરૂખ ખાન ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. જોકે પત્ની ગૌરી કિંગ ખાનને સમજાવતી જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો આ અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ આ કપલનો આ વીડિયો જોઈને ચાહકોએ અલગ-અલગ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bipasha Basu પહેલીવાર બતાવ્યો દીકરીનો સુંદર ચહેરો, જોઈને તમે પણ થઈ જશો ફિદા