Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#TARGET: ટ્યૂબલાઈટ સલમાન સામે આમિરના દંગલ પાર કરવાનો નવો મંત્ર - અબ કી બાર 400 કરોડ પાર

#TARGET: ટ્યૂબલાઈટ સલમાન સામે આમિરના દંગલ પાર કરવાનો નવો મંત્ર - અબ કી બાર 400 કરોડ પાર
, શુક્રવાર, 23 જૂન 2017 (10:49 IST)
એ સમય તમને યાદ હશે જ્યારે માતા-પિતા તમને ક્લાસના એ બાળક જેવો બનતો જોવા માંગે છે જે ટોપર છે. સલમાન ખાન પણ આજકાલ એવા જ મમ્મી પપ્પાના બાળક બની ગયા છે જે ટોપર બાળક આમિર ખાન જેવો બનીને ટૉપ કરવાની કોશિશ કરી રહ્યા છે. હવે સલમાન ખાન પાસ થશે કે ફેલ એ તો સમય જ બતાવશે. પણ તાજી ચર્ચા એ જ છેકે છેવટે સલમાન ખન પણ આમિર ખાન બની જ ગયા છે. કમ સે કમ તેમને દરેક પગલા આમિર જેવા જ ઉઠાવવાની કોશિશ તો કરી જ છે. 
 
આમ જોવા જઈએ તો સલમન ખાન પર આમિર ખાન બનવાનુ ખૂબ પ્રેશર પણ છે. અને કેમ ન હોય.. આમિર ખાનની દંગલ, માત્ર જ ચીનમાં જ 1200 કરોડનો બિઝનેસ કરી ચુકી છે. આમિર ખાન ચીનના ફેવરેટ સુપરસ્ટાર બની ચુક્યા છે બીજી બાજુ ભારતમાં પણ 75 કરોડ પર બનેલી દંગલે 380 કરોડનો બિઝનેસ કરી નાખ્યો. આ કોઈપણ ફિલ્મ માટે ગર્વની વાત હશે.  હવે ટ્યૂબલાઈટ પણ સલમાન ખાન બિલકુલ દંગલ જેવુ કરવાની કોશિશ કરી રહ્યા છે. એક તો ટ્યૂબલાઈટ ભારત-ચીન યુદ્ધ પર બની છે. અને ફિલમ્માં ચીની હીરોહીન જહૂ જહૂ પણ છે. હાલ તો ફિલ્મને ચીન બોક્સ ઓફિસ પર રજુ થવાની મંજુરી નથી મલી પણ ટૂંક સમયમાં જ ટ્યૂબલાઈટ ત્યા રજુ થઈ શકે છે. આવામાં સલમાન ખાનનું ટાર્ગેટ હશે આમિર ખાનના 1200 કરોડ. સલમાન પહેલા જ હાથ ઉપર કરી ચુક્યા છે કે આ નહી થઈ શકે. જો કે ભારતમાં બોક્સ ઓફિસ પર સલમાન ખાન દંગલને ટક્કર આપવા માટે તૈયાર છે. તેમનો નવો મંત્ર જ છે અબ કી બાર 400 કરોડ પાર... હવે જોવાનુ એ છે કે આમિર ખાન બનવુ સલમાનને કામ આવે છે કે નહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - માતા-પિતા