Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નિર્ભયા કેસમાં ફરીથી આરોપીઓની ફાંસી ટળી જતા ઋષિ કપૂર થયા ક્રોધિત, બોલ્યા - બકવાસ, તારીખ પે તારીખ...

નિર્ભયા કેસમાં ફરીથી આરોપીઓની ફાંસી ટળી જતા ઋષિ કપૂર થયા ક્રોધિત, બોલ્યા - બકવાસ, તારીખ પે તારીખ...
, મંગળવાર, 3 માર્ચ 2020 (10:48 IST)
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય દોષીઓને આજે મંગળવારે ફાંસી આપવાની હતી, પરંતુ ફાંસીની સજા એક દિવસ પહેલા મુલતવી રાખવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જ્યારે આરોપી પવન કુમાર ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે બાકી છે ત્યારે તેને ફાંસી આપી શકાશે નહીં. કોર્ટના આ નિર્ણય બાદ ઋષિ કપૂરે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
 
તેમણે ટ્વિટર પર લખ્યું, 'નિર્ભયા કેસ. તારીખ પર તારીખ, તારીખ પરતારીખ . 'દામિની.' બકવાસ છે. ' ઋષિ કપૂરે સની દેઓલની ફિલ્મ 'દામિની' ના સંવાદનો ઉપયોગ કર્યો છે. સન્ની દેઓલની આ ફિલ્મ 1993 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઘરકામ કરનારી એક નોકરાની સાથે રેપ થઈ જાય છે. 
 
ત્યારબાદ એ ઘરની વહુ એટલે કે મીનાક્ષી શેષાદ્રી, નોકરાનીને  ન્યાય મળે તે માટે કાયદાની લડત લડે છે. ત્યારે સની દેઓલ આ સંવાદ કોર્ટમાં બોલતા જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. નિર્ભયા કેસમાં કોર્ટના આ નિર્ણયથી અન્ય સેલીબ્રિટીઝ  પણ નારાજ છે.
 
તેમાં સોનાલ ચૌહાણ અને કંગનાની બહેન રંગોલી ચંદેલના નામનો પણ સમાવેશ  છે. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર હવે તેમની આગામી ફિલ્મમાં જુહી ચાવલાની વિરુધ્ધ જોવા મળશે. તે દિલ્હીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે તે મુંબઇ પરત ફર્યા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- આ મોબાઈલ તમને બહુ આગળ લઈ જશે