Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મરાઠી ફિલ્મ 'અહિલ્યા – ઝુંઝ એકાકી'ના નિર્માતા-દિગ્દર્શક પત્રકાર સંઘર્ષ સમિતિદ્વારા સન્માનિત

મરાઠી ફિલ્મ 'અહિલ્યા – ઝુંઝ એકાકી'ના નિર્માતા-દિગ્દર્શક પત્રકાર સંઘર્ષ સમિતિદ્વારા સન્માનિત
, શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (15:43 IST)
પત્રકાર સંઘર્ષ સમિતિના અધ્યક્ષ અમિત દિનેશભાઈ પટેલ દ્વારા તાજેતરમાં ગુજરાત પ6કાર ડિરેક્ટરી વિમોચનનો એક વિશાળ અને ભવ્યકાર્યક્રમનું આયોજન પંડિત દીનદયાળ હોલ, વડોદરા, ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ મુકેશ ગુપ્તાની દેખરેખ હેઠળ યોજાયોહતો. આ કાર્યક્રમમાં મુંબઈથી આવેલા સાઈશ્રી ક્રિએશન બેનર હેઠળ બનેલી ફિલ્મ અહિલ્યા-ઝુંઝ એકાકીના નિર્માતા શ્રીધર ચારી, દિગ્દર્શક રાજુપાર્સેકર, ગીતકાર નિતિન તેંડુલકર, અભિનેતા રોહિત સાવંતનું પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા સન્માન કરાયું હતું. મરાઠી ફિલ્મ અહિલ્યા- ઝુંઝએકાકી ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. કાર્યક્રમમાં શ્રી વ્રજરાજકુમાર મહારાજ, શ્રી સુચેતન મહારાજ, શાસ્ત્રી નયનભાઈ જોશી, સમાજસેવકદિલીપ પટેલ, આર્ટ ડિરેક્ટર ચેતન ચુડાસમા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
        લાઠીચાર્જ, તીન બાઈક, ફજીતી આઈકા, સાત ના ગત જેવી સુપરહિટ ફિલ્મો અને હમ સબ એક હૈ, મન મેં વિશ્વાસ હૈ, સાહેબ બીવીએનેડ ટીવી જેવી સુપરહિટ ટીવી સિરિયલનું દિગ્દર્શન કરનાર સુપ્રસિદ્ધ દિગ્દર્શક રાજુ પાર્સેકરે મરાઠી ફિલ્મ અહિલ્યા-ઝુંઝ એકાકી અંગે જણાવ્યું કે,આ ફિલ્મ વીમેન એમ્પાવરમેન્ટ પર આધારિત છે. આજે દેશની યુવતીઓ કે મહિલા ધારે તો કોઈ પણ ધ્યેય હાંસલ કરી શકે છે. પછી એગામડાની હોય કે શહેરની. બસ, ઇચ્છાશક્તિની જરૃકર છે. ફિલ્મમાં અહિલ્યાની ભૂમિકા પ્રીતમ કાગણેએ સુંદર રીતે ભજવી છે.
        નિર્માતા શ્રીધર ચારીએ કહ્યું કે આ ફિલ્મ બે-ત્રણ મહિનામાં રિલીઝ કરવાની યોજના છે અને એને અન્ય ભાષામાં પણ રિલીઝ કરવાનુંપ્લાનિંગ ચાલી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લવરાત્રિ ફિલ્મ મુદ્દે સલમાન સહિતના પક્ષકારોને હાઇકોર્ટની નોટિસ