Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lok Sabha Elections: મિદનાપુરમાં મિથુન ચક્રવર્તીના રોડ શો પર થયો હુમલો, TMC સમર્થકોએ ફેંકી બોટલો

mithun road shaw
, બુધવાર, 22 મે 2024 (12:52 IST)
mithun road shaw
Lok Sabha Elections 2024: બોલીવુડ અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીના રોડ શો દરમિયાન મંગળવારે પશ્ચિમ બંગાળના મિદનાપુર શહેરમાં કેટલાક લોકો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો. જ્યારબાદ બબાલ થઈ. ઉલ્લેખનીય છે કે મિથુન મિદનાપુર લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર અગ્નિમિત્રા પૉલ માટે પ્રચાર કરી રહ્યા હતા. જ્યા 25 મે ના રોજ મતદાન થવાનુ છે. 

 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ પશ્ચિમ બંગાળની બીજેપી નેતા અગ્નિમિત્રા પૉલએ તૃણમૂળ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર રોડ શો દ્વારા કાંચની બોટલો અને પત્થર ફેંકવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે કે રાજ્યમાં સત્તારૂઢ પાર્ટી ટીએમસીએ આ આરોપનો સ્પષ્ટ ઈંકાર કર્યો છે. જો કે આ ઘટનમાં અભિનેતામાંથી બીજેપી નેતા બનેલા મિથુન ચક્રવર્તી અને અગ્નિમિત્રા પૉલ બંને સુરક્ષિત છે. 
 
શુ હતો મામલો ?
 
ઉલ્લેખનીય છે કે આજે પશ્ચિમ બંગાળની મિદનાપુર લોકસભા સીટ પરથી  બીજેપી ઉમેદવાર અને બીજેપી નેતા બનેલા મિથુન ચક્રવર્તી એ એક રોડ શો નુ આયોજન કર્યુ હતુ. આ રોડ શો કલેક્ટ્રેટ પરથી શરૂ થયો અ ને કેરાનિટોલાની તરફ આગળ વધ્યો. આ દરમિયાન સેકડો બીજેપી સમર્થકોએ નારા લગાવ્યા. આ દરમિયાન જેવો જ રોડ શો શહેરના શેખપુરા રોડ પર પહોચ્યો, રસ્તા પર ઉભા રહેલા કેટલાક લોકો રેલી પર પત્થર અને બોટલો ફેંકવી શરૂ કરી દીધી. ત્યારબાદ રોડ શો માં હાજર બીજેપી કાર્યકર્તાઓએ તેમના પર હુમલો કર્યો અને આ રીતે સામ સામે વિવાદ થઈ ગયો. 
 
જો કે આ મામલે પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે સ્થિતિને તરત જ કંટ્રોલમાં લઈ લીધી છે. 
 
 
West Bengal: BJP leader Mithun Chakraborty held a roadshow in Medinipur. Allegedly, TMC workers threw water bottles and bricks at the rally, trying to instigate violence pic.twitter.com/uOTftFRca5
 
— IANS (@ians_india) May 21, 2024
BJP ના વધતા સમર્થનથી ગભરાઈ ગઈ TMC- અગ્નિમિત્રા પૉલ 
 
બીજી બાજુ ઉમેદવાર અગ્નિમિત્રા પૉલનો આરોપ છે કે તૃણમૂળ કોંગ્રેસ આ લોકસભા ચૂંટણીમાં બીજેપીના પ્રત્યે લોકોના વધી રહેલા સમર્થનથી ગભરાય ગઈ છે. તેથી તે આ પ્રકારની ગુંડાગીર્દીની મદદ લઈ રહી છે. તેમણે કહ્યુ કે ટીએમસી મિથુન ચક્રવર્તી જેવા મહાન અભિનેતાનુ અપમાન કરવા માટે આટલી નીચે જઈ શકે છે.  
 
બીજેપી ઉમેદવાર અગ્નિમિત્રા પૉલનો આરોપ છે કે તૃણમૂળ કોંગેસ આ લોકસભા ચૂંટણીમાં બીજેપીના પ્રત્યે સમર્થન વધવાથી ગભરાય ગઈ. તેથી તે આ પ્રકારની ગુંડાગર્દીની મદદ લઈ રહી છે. તેમણે કહ્યુકે ટીએમસી મિથુન ચક્રવર્તી જેવા મહાન અભિનેતાનુ અપમાન કરવા માટે આટલા નીચે પડી શકે છે. તેમણે ટીએમસીની એક રસ્તા પર નુક્દ બેઠકમાં ભાગ લેનારાઓમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. પોલે કહ્યુ શાંતિપૂર્ણ કાફલામાં આરાજકતા ઉભી કરવાની કોશિશ કરનારાઓનુ આવુ આચરણ ખૂબ જ ખરાબ છે. 
 
રોડ શો ફ્લોપ થવાને કારણે BJP કરી રહી છે નાટક - TMC
 
બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસે આ આરોપથી ઈનકાર કર્યો છે કે તેમના કાર્યકર્તાઓએ બીજેપી રેલી પર પત્થરમારો કર્યો  આ મામલે ટીએમસી પ્રવક્તા ત્રિનાનકુર ભટ્ટાચાર્યએ કહ્યુ કે અમે આ રીતે અનિયંત્રિત કૃત્યોમાં વિશ્વાસ નથી કરતા. રોડ શો ફ્લોપ થવાને કારણ ભાજપા ખુદ નાટક કરી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા