Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાપતા લેડીઝ’ ફિલ્મ પહોંચી ઑસ્કર

લાપતા લેડીઝ’  ફિલ્મ પહોંચી ઑસ્કર
, સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (15:32 IST)
Lapata Ladies- ઑસ્કર 2025 માટે ‘લાપતા લેડીઝ’ ફિલ્મને ભારતની આધિકારિક એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ જાણકારી સોમવારે ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ આપી છે. 
 
કિરણ રાવના નિર્દેશનમાં બનેલી ‘લાપતા લેડીઝ’ ફિલ્મ 97મા અકાદમી પુરસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મે સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં નૉમિનેટ કરવામાં આવી છે.
 
જાનૂ બરુઆના નેતૃત્વ વાળી 13 સભ્યોની સિલેક્શન કમિટીએ 29 ફિલ્મોની યાદીમાંથી ઑસ્કર માટે આ ફિલ્મની પસંદગી કરી છે. આ યાદીમાં 12 હિન્દી ફિલ્મો, 6 તામિલ ફિલ્મો અને 4 મલયાલમ ફિલ્મો પણ હતી.
 
આ તમામ ફિલ્મોને પછાડીને ‘લાપતા લેડીઝ’ ઑસ્કરમાં ભારતની અધિકારિક એન્ટ્રી બની છે. આ ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ અને રવિ કિશને અભિનય કર્યો છે. આ ફિલ્મ ગ્રામીણ પૃષ્ઠભૂમિની મહિલાઓની જિંદગી પર આધારીત છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shailputri mata mandir - નવરાત્રીમાં દરેક ધર્મના લોકો અહીં પહોંચે છે મા દુર્ગાના આ મંદિરમાં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે