Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VIDEO Lalitya Munshaw લોકસંગીતની જેમ લોકહૃદયમાં સ્થાઈ થયેલા સિંગર જાણો તેમના રેડ રિબન વિશે

VIDEO Lalitya Munshaw લોકસંગીતની જેમ લોકહૃદયમાં સ્થાઈ થયેલા સિંગર જાણો તેમના રેડ રિબન વિશે
, ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (14:25 IST)
એક ગુજરાતી કલાકાર તરીકે લાલિત્ય મુન્શાનું નામ લોકમુખે ગવાયેલું છે. તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો પણ લોકસંગીતની જેમ લોકહૃદયમાં સ્થાઈ થયાં છે. તેઓ હાલમાં ચાલુ માસમાં ચાર ફિલ્મોનું સંગીત લોન્ચ કરવા જઈ રહ્યાં છે. જેમાં ખાસ કરીને જોઈએ તો અપકમિંગ ગુજરાતી ફિલ્મ તંબુરો, પાસ નપાસ, પપ્પા તમને ખબર નહીં પડે નો સમાવેશ થાય છે. ગુજરાતની કલાઓને જીવંત રાખવા માટે અવનવા પ્રયાસો થતાં રહેતાં હોય છે. ત્યારે બીજી બાજુ જોઈએ તો આવી જ કલાઓમાં પારંગત નવા કલાકારોને પ્લેટફોર્મ મળે એ એટલું જ જરૂરી હોય છે. ત્યારે રેડ રીબન દ્વારા થતાં કાર્યોને જોતાં એવું લાગે છે કે હવે ગુજરાતી કલાઓ અને કલાકારોને ફરીવાર એક નવું પ્લેટ ફોર્મ મળી રહ્યું છે.
રેડ રીબનના સ્થાપક લાલિત્ય મુન્શાએ એક એવા અભિયાનની શરૂઆત કરી છે કે જેમાં નવા કલાકારોનું ભાવી આકાશે આંબે છે. મુળ અમદાવાદના લાલિત્ય મુન્શા આમતો એક સિંગર છે તેમણે બોલિવૂડના અનેક જાણિતા સિંગરો સાથે કામ કર્યું છે. તેઓ રાસ ગરબાના પારંગત સિંગર પણ છે. હાલમાં તેઓ નવરાત્રી માટેના એક આલ્બમની તૈયારી કરી રહ્યાં છે. વિગતે જોઈએ તો તેઓ  મજબૂત મૂલ્ય, સદ્ગુણો અને નૈતિકતા ધરાવતા પરિવારમાં જન્મ્યા હતા. તેઓ વિદ્યાર્થી પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા. તેઓ અંગ્રેજી સાહિત્ય અને હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીત (અખિલ ભારતીય ગંધર્વ મહાવિદ્યાલય) માં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેમને પ્રારંભિક જીવનમાં વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમ હેઠળ જાપાન પણ મોકલવામાં આવ્યા હતા.  તેઓ  હાલમાં મુંબઇમાં સ્થિર થયાં છે. છ વર્ષની વયે તેમની સંગીતની શરૂઆત થઈ હતી.
webdunia

તેમની શાસ્ત્રીય સંગીતની  તાલીમ ફિલ્મી ગાયન, ફ્યુઝન, ભજન, ગઝલ, ગીત અને લોકસંગીતનાં પ્રદેશોમાં પ્રવેશ માટે એક પ્લેટફોર્મ સાબિત થઈ હતી. તે એક ઉત્કૃષ્ટ અને સર્વતોમુખી ગાયક, પરફોર્મન્સ અને એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે.  તેમના આલબમ્સમાં સંગીત ની અભિવ્યક્તની  નવીન શૈલી છે. લાલિત્ય એ એક અનુભવી કલાકાર છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલ સોલો પરફોર્મર છે .  લાઈવ પરફોર્મર તરીકે અને રેકોર્ડિંગ આર્ટિસ્ટ તરીકે તેમણે હરિહરન, અનૂપ જલોટા, સોનુ નિગમ, શિવામની, લુઇસ બેંકસ, રોનુ મજમુદાર, નિલાદ્રી કુમાર, કરશ કાલે, પ્રેમ જાસુઆ, અરજિત, અભિજિત પોહંકર અને વિનોદ રાઠોડ જેવા દિગ્ગ્જ્જો સાથે કામ કરવાનો વિશેષાધિકાર મેળવ્યો છે. તેમણે ન્યૂ યોર્કમાં ઇન્ડિયન કાઉન્સિલ અને ભારતીય વિદ્યા ભવન ખાતે પણ કામગીરી કરી છે.  તેમણે 200 થી વધુ શો કર્યા છે અને 25 કરતાં વધુ મૂવી. 7 અન્ય આલ્બમ્સ પણ કર્યા છે. તેમના કેટલાંક આલ્બમ્સ ભારતના વડા પ્રધાન   નરેન્દ્ર મોદી, મોરારી બાપુ, શ્રી શ્રી રવિ શંકર અને અનેક સેલિબ્રિટી જેવા કે  હેમા માલિની, રીશી કપૂર, જિતેન્દ્ર, સોનમ કપૂર, શ્રધ્ધા કપૂર, રવિના ટંડન, શાન  દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.
webdunia

ગુજરાતના સુંદર સ્થળોને પ્રમોટ કરવાના તેમના યોગદાન નોંધપાત્ર છે. તેમના ભવ્ય વિડિઓ જુદા જુદા આલ્બમ્સમાં સંગીત દ્વારા માત્ર વિઝ્યુલાઇઝેશન કરતા વધુ ભવ્યતા પુરી પાડે છે અને તેની વ્યાપકપણે પ્રશંસા પણ કરવામાં આવી છે. “રબ પિયાને” ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજ ચાપાનેર અને “મલિકા પિયા” સન મંદિર, મોઢેરા ખાતે ફિલ્માવવામાં આવ્યું છે.લાલિત્ય મુનશૉને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર 60,000 ફોલોવર્સ અને રેડ રિબન ને ફેસબુક પર 80,000 ફોલોવર્સ છે તો 30,000 જેટલા YouTube સબ્સ્ક્રાઇબર્સ છે.સર્જન ફાઉન્ડેશન જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ અને સ્વાસ્થ્ય આપવા માટે કામ કરે છે તેના માટે માય ચેરિટી ફન્ડ રેસીઝિંગ કાર્યક્રમ અંતર્ગત 64 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું હતું.તે એક દાયકાથી અખિલ હિન્દ મહિલા પરિષદ સુગમ સંગીત સ્પર્ધાને સ્પોન્સર કરીને સહાય કરે છે.
webdunia

રેડ રિબેનની ખાસ બાબત

એક ઉદ્યોગ સાહસિક તરીકે તેમણે ગુજરાતી સંગીતમાં ફાળો આપ્યો છે અને તે રેડ રિબન મ્યુઝિક લેબલ દ્વારા ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપી રહી છે. એક પ્રતિભાશાળી ગાયક ઉપરાંત તે એક એન્ત્રપ્રિન્યોર છે, જેમણે એક મ્યુઝિક કમ્પની રેડ રિબન એન્ટરટેઇન્મેન્ટ  તથા  રેકોર્ડિંગ સ્ટુડિયો રે એન રાગાની મુંબઈ ખાતે સ્થાપના કરી છે. રેડ રિબન અંતર્ગત અત્યાર સુધી તેમણે ગુજરાતના પ્રખ્યાત અને નવા કલાકારોના 100થી વધુ આલ્બમોને રિલીઝ અને પ્રમોટ કર્યા છે. જેવા કે ,અવિનાશ વ્યાસ, આશા ભોંસલે, ગૌરાંગ વ્યાસ, સુરેશ વાડકર, પંકજ ઉધાસ, ઉસ્તાદ સુજાત ખાન, પંડિત શિવ કુમાર શર્મા, રૂપકુમાર રાઠોડ, અશિત દેસાઇ, હેમા દેસાઇ, રાસબિહારી દેસાઈ, વિભા દેસાઇ, ઉષા મંગેશકર, અનુરાધા પોન્ડવાલ, સાધના સરગમ, ઓસમાણ  મીર, કિર્તિદાન ગઢવી, પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદાર, સંજય ઓઝા, પાર્થ ઓઝા, આદિત્ય ગઢવી, આલાપ દેસાઈ, મેહુલ ત્રિવેદીનો સમાવેશ થાય છે. તેમણે રેડ રિબનના બેનર હેઠળ ગુજરાતી ફિલ્મના ઘણા આલબમ રિલીઝ કર્યા છે જેવા કે, રોમાન્સ કોમ્પ્લિકેટેડ, ફોડી લઈશું યાર, કૂખ, રીયુનિયન, મસ્તીખોર  જેમાં બોલિવુડના પાર્શ્વગાયકો સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, દર્શન રાવલ, જાવેદ અલી, ઐશ્વર્યા મજમુદાર, પાર્થિવ ગોહિલ તથા બીજા ઘણા જાણીતા ગાયકોએ કંઠ આપ્યો છે.

webdunia

એવોર્ડ

શાસ્ત્રીય સંગીત માટેપંડિત ઓમકારનાથ ઠાકુર ટ્રોફી
ફિક્કી ફ્લો એવોર્ડ
જીસીસીઆઈ એવૉર્ડ
અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા સતત ચાર વર્ષ સુધી શ્રેષ્ઠ ગાયક નો એવોર્ડ
વર્ષ 2013 અને 2016માં બિઝનેસ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ એવોર્ડ
છઠ્ઠો ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ – 2013
યુવા અનસ્ટોપેબલ દ્વારા ગ્રેટિટયૂડ એવોર્ડ
જીમા એવોર્ડમાં ગઝલ આલ્બમ “કુછ દિલ ને કહા” તથા રેડ રિબન અંતર્ગત અન્ય પાંચ આલબમનું નોમિનેશન
જીફા 2017માં પીપલ’સ ચોઈસ એવોર્ડ
દસમો ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2017

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ -વાળ કપાવો