Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

કરિશ્મા કપૂરનો નિકનેમ લોલો છે...

Krishma kapoor
, શનિવાર, 23 જૂન 2018 (11:10 IST)
-કરિશ્મા કપૂર હિન્દી ફિલ્મોમાં પેઢી દર પેઢી કામ કરી ચુકેલ કપૂર ખાનદાનની છે. કરિશ્માના અનેક દોસ્ત તેમને પ્રેમથી લોલો પણ કહે છે. 
- કરીશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974માં થયો હતો. તેમના પિતાનુ નામ રણધીર કપૂર અને મા નુ નામ બબિતા છે. આ બંને પોતાના સમયના જાણીતા અભિનેતા/અભિનેત્રી રહી ચુક્યા છે. તેમની બહેનનુ નામ કરીના કપૂર છે જે હિન્દી ફિલ્મોમાં જાણીતુ નામ છે. 
 
- કરીશ્માએ જમનાબાઈ નર્સી સ્કૂલ મુંબઈ અને વેલહમ ગર્લ્સ સ્કૂલ દેહરાદૂનથી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે મીઠીબાઈ કોલેજ વિલેપાર્લે મુંબઈથી કોમર્સનો બે વર્ષનો અભ્યાસ કર્યો. 
 
- કરિશ્મા કપૂરે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1991માં ફિલ્મ પ્રેમ કેદીથી કરી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. 
 
- વર્ષ 1992માં આવી જિગર જેના દ્વારા તેમને ખૂબ પ્રશંસા મળી. તેણે પોતાના કેરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી. સલમાન ખાન,  અજય દેવગન, 
 
 - આમિર ખાન, જેવા સુપરસ્ટાર્સ સાથે તેની હિટ ફિલ્મો રહી પણ દર્શકોએ તેની ગોવિંદા સાથે આવેલ દરેક ફિલ્મને બેસ્ટ માની અને દર્શકોએ આ જોડીને પસંદ પણ ખૂબ કરી. 
 
- એક જમાનો એવો પણ હતો કે જ્યારે કરિશ્મા-ગોવિંદાની જોડીને લોકો ખૂબ પસંદ કરતા હતા. બંનેએ મળીને દસ ફિલ્મોમાં કામ કર્યુ છે. છેલ્લીવાર આ જોડી 'શિકારી'(1999)માં એક સાથે જોવા મળી હતી.
 
- જેમ જેમ કરિશ્મા હિટ થતી ગઈ તેમ તેમ અનેક સ્ટાર્સનુ દિલ તેના પર આવ્યુ. પણ તેની સગાઈ અભિષેક બચ્ચન સાથે કરવામાં આવી પણ એ લગ્ન ન થઈ. શક્યા અને ત્યારબાદથી બચ્ચન અને કપૂર પરિવાર વચ્ચે દરાર પડી ગઈ. 
 
- વર્ષ 2003માં કરિશ્મા કપૂરના લગ્ન વ્યવસાયી સંજય કપૂર સાથે થયા હતા. જોકે લગ્ન થોડા દિવસ પછી જ બંનેના જુદા થવાના સમાચાર આવવા લાગ્યા પણ તાજેતરમાં બંનેના ડાયવોર્સ થઈ ચુક્યા છે.  તેમનો એક પુત્ર અને એક પુત્રી છે.  હવે જાણો તેમના જીવનની કેટલીક દિલચસ્પ વાતો જે તમે નથી જાણતા. 
 
- સન 2003માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા પછી કરિશ્માએ ફિલ્મોમાં કામ કરવુ બંધ કરે દીધુ હતુ.
 
- વર્ષ 2016માં કરિશ્માએ સંજય કપૂરથી છૂટાછેડા લઈ લીધા હતા. 
-  હવે કરિશ્માએકલાજ પોતાના  બે બાળકો છે દીકરી સમાયરા અને દીકરો કિયાનની દેખરેખ રાખી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kinjal -શું તમે જાણો છો કિંજલ દવે નો અસલી નામ? (Know About Kinjal Dave)