Publish Date: Sat, 30 Apr 2022 (15:32 IST)
Updated Date: Sat, 30 Apr 2022 (15:40 IST)
Jacqueline Fernandez News: સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે EDના રડારમાં આવેલી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. PMLA એક્ટ હેઠળ EDએ જેકલીનની 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. જેકલીનને સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધ છે.