Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Singer KK Death - પોતાની બાળપણ મિત્ર જ્યોતિ સાથે લગ્ન કરવા સેલ્સમેનની નોકરી પણ કરી

Singer KK Death  - પોતાની બાળપણ મિત્ર જ્યોતિ સાથે લગ્ન કરવા સેલ્સમેનની નોકરી પણ કરી
, બુધવાર, 1 જૂન 2022 (13:44 IST)
Interesting Facts About Singer KK - ગાયક કૃષ્ણ કુમાર કુન્નાથ (કેકે) વિશે કેટલીક રસપ્રદ તથ્યો
- કેકેને મુસાફરી કરવી , ડ્રાઇવિંગ અને લખવાનું પસંદ હતું.
-  તે સંગીતની પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારનો હતો કારણ કે તેમના પિતા સંગીતના ખૂબ શોખીન હતા, તેમની માતા સંગીત પ્રદર્શન કરતી હતી અને તેમની  માતા સંગીત શિક્ષક હતી.
- સંગીતમાં તેમનો રસ શાળાના દિવસોથી જ શરૂ થઈ ગયો હતો. તે તેમની માતાના મલયાલમ ગીતો સાંભળતા હતા, જે તેના પિતાએ નાના ટેપ રેકોર્ડર પર રેકોર્ડ કર્યા હતા. 
- કેકેએ ક્યારેય સંગીતની કોઈ ઔપચારિક તાલીમ લીધી નથી.
- કેક ની પ્રતિભા જોઈને તેમના ટીચરે તેમના પિતાને તેમને એક સંગીત વિશ્વવિદ્યાલયમાં મોકલવાની સલાહ આપી. તેમણે ત્યા જઈને ફક્ત 2 દિવસમાં હળવુ  શાસ્ત્રીય ગીત લખ્યુ પણ તેમણે સંગીત સીખવામાં ક્યરેય રસ ન બતાવ્યો તેથી તેમના પિતાએ તેમને ત્યા મોકલવાનુ બંધ કરી દીધુ. 
- કેકેએ  બોલિવૂડના દિગ્ગજ ગાયક કિશોર કુમારનું ઉદાહરણ આપતા કહ્યું હતુ કે તેમણે ક્યારેય સંગીત શીખ્યું નથી. તેથી જ કેકેએ પણ ક્યારેય સંગીતની તાલીમ ન લીધી. 
-  તેમના શાળાના દિવસોમાં તેઓ તેમના મનપસંદ ગીતો ગાતા અને સાંભળતા હતા; શોલે (1975)નું 'મહેબૂબા' તેમના પ્રિય ગીતોમાંનું એક હતું.
-  જ્યારે તેઓ બીજા ધોરણમાં ભણી રહ્યા હતા ત્યારે તેમણે સ્ટેજ પર પોતાનુ પહેલુ પરફોરમેંસ આપ્યુ હતુ. આ પરફોર્મેંસમાં તેમણે ફિલ્મ રાજારાની 1973 નુ જબ અંધા હોતા હૈ ગીત ગાયુ હતુ. આ પ્રદર્શન બાદ તેમણે સંગીતને ગંભીરતાથી લેવુ શરૂ કર્યુ હતુ. 
- કેકે પોતાની બાળપણની પ્રેમિકા જ્યોતિ કૃષ્ણ સાથે લગ્ન કર્યા અને તેની સાથે લગ્ન કરવા માટે સેલ્સમેન તરીકે નોકરી પણ કરી. જો કે, ગાયન પ્રત્યેના શોખને આગળ વધારવા માટે તેમણે 6 મહિના પછી નોકરી છોડી દીધી. તેમની પત્ની અને તેમના પિતાએ તેમનુ સમર્થન કર્યુ અને તેમને નોકરી છોડીને તેમના જોશને અનુસરવા પ્રોત્સાહિત કર્યા.
- નોકરી છોડ્યા બાદ તેમણે એક કીબોર્ડ ખરીદ્યુ અને પોતાના મિત્ર શિબાની કશ્યપ અને સૈબલ બસુ સાથે જિંગલ બનાવવુ શરૂ કરી દીધુ. તેમાથી ત્રણે પૈસા પણ કમાવ્યા. પણ કેકે અસંતુષ્ટ હતા. અને તેઓ છેવટે મુંબઈ માટે રવાના થઈ ગયા. 
- પોતાનુ પહેલુ  જિંગલ ગીત ગાયા પછી, સંગીત નિર્દેશક રણજિત બારોટે તેમને ગાવા માટેના પૈસા પૂછ્યા. તેઓ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી સાવ અજાણ હતા.  અને જવાબ આપવામાં અત્યંત શરમાઈ રહ્યા હતા.  સંગીત દિગ્દર્શક રણજીતે પછી તેમને પાંચ આંગળીઓ બતાવી, કેકેને લાગ્યુ કે તેઓ 500 રૂપિયા મહેનતાણુ આપશે.  પરંતુ જ્યારે તેમને પૈસા મળ્યા ત્યારે તે ચોંકી ગયા કારણ કે તેમને રૂ. 5,000/-ની રકમ મળી હતી.
-  કેકે અમેરિકન ગાયક ગીતકાર બિલી જોએલનો મો ચાહક  છે.
-  અરિજિત સિંહ અંકિત તિવારી પ્રીતમ અને અરમાન મલિક જેવા ઘણા પ્રખ્યાત ગાયકો અને સંગીતકારો તેમના અવાજ અને સંગીતના તેમના જ્ઞાનની પ્રશંસા કરે છે.
-  કેકેએ એકવાર જાહેર કર્યું કે તેને આમિર ખાનનો અવાજ બનાવુ ગમે છે અને તેમના માટે ગાવાની ઈચ્છા ધરાવે છે. 
-  ફિલ્મ 'તારે જમીન પર (2007) ફિલ્મનું ગીત'  'મા' શરૂઆતમાં કેકે દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તેઓએ ગીત રેકોર્ડ કર્યું અને રજાઓ ગાળવા બહાર ગયા . બાદમાં તેમને કહેવામાં આવ્યું કે ગીતમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે અને તેમને તે ફરીથી રેકોર્ડ કરવાની જરૂર છે. કેકે એ કહ્યુ કે તેઓ કે તે આમ કરી શકશે નહીં અને તેથી ગીત શંકર મહાદેવન પાસે ગયું.
- -2013 માં, કેકેએ ટર્કિશ કવિ ફેતુલ્લા ગુલેન દ્વારા રચિત આંતરરાષ્ટ્રીય આલ્બમ "Rose of my Heart" માટે ગાયું હતું. આ આલ્બમના 12 ગીતો આ ગીતો દેશભરના વિવિધ કલાકારોએ ગાયા હતા.
-  તેમણે 2008માં હમ ટીવી પર પ્રસારિત થયેલા પાકિસ્તાની ટીવી શો "ધ ઘોસ્ટ" માટે "તન્હા ચલા" ગીત ગાયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જોક્સ- હવે બસ ખટખટ