Publish Date: Wed, 19 Apr 2023 (13:30 IST)
Updated Date: Wed, 19 Apr 2023 (13:33 IST)
રેપર હની સિંહ (Yo Yo Honey Singh) બૉલઈવુડમાં આ દિવસો તેમના નવા અંદજમાં દેખાય છે. પણ લાગે છે કે તેમની લવ લાઈફની પરેશાનીઓ ખત્મ થવાના નામ નથી લઈ રહી છે. પત્ની શાલિની તલવારથી જુદા થયા પછી હની સિંહને ગયા વર્ષ ટીના થડાનીના રૂપમાં નવો પ્રેમ મળ્યો હતો. પણ સમાચાર છે કે બન્નેના બ્રેકઅપ થઈ ગયો છે. અહીં સુધી કે બન્નેએ સોશિયલ અકાઉંટથી એક બીજાની સાથે ફોટા પણ ડિલીટ કરી દીધા છે. હની ગયા દિવસોથી સતત ટીનાને લઈને ચર્ચમાં હતા પણ બન્નેના આ રીતે અલગ થઈ જવો બધાની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.
સાથે કામ કરતી વખતે હની અને ટીના વચ્ચે નિકટતા આવી હતી. આ પછી બંને એપ્રિલ 2022થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હનીએ ટીના સાથે ઘણા ફોટા અને વીડિયો પણ શેર કર્યા હતા, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા.