Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

HBD આર. માઘવન - પોતાની જ સ્ટુડેંટ સાથે પ્રેમ, આઠ વર્ષ સુધી ડેટ, આવી હતી આર માઘવનની લવ સ્ટોરી

HBD આર. માઘવન -  પોતાની જ સ્ટુડેંટ  સાથે પ્રેમ, આઠ વર્ષ સુધી ડેટ, આવી હતી આર માઘવનની લવ સ્ટોરી
, મંગળવાર, 1 જૂન 2021 (14:33 IST)
મૈડીના નામથી જાણીતા આર. માઘવન એક જૂનના રોજ 50 વર્ષના થઈ ગયા છે. તેઓ હિન્દી સાથે તમિલ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પણ સક્રિય છે. માઘવને એ કલાકારોમાંથી છે જેમણે પોતાના પરિવારની શરૂઆત ટીવી દ્વારા કરી છે. જીટીવી પર સીરિયલ બનેગી અપની બાત અને ઘર જમાઈ દ્વારા તેમને લોકપ્રિયતા મળી. પછી આરોહણ અને સી હૉક્સ દ્વારા તેઓ છોકરીઓના ફેવરેટ થઈ ગયા. 
 
બોલીવુડની મુખ્ય ફિલ્મો 
 
બોલીવુડમાં હીરોના રૂપમાં તેમની પહેલી ફિલ્મ રહના હૈ તેરે દિલ મે હતી. 2001માં રજુ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તો ઠીક રહી પણ જ્યારે આ ટીવી પર જોવા મળી તો ખૂબ પસંદ કરવામાં આવી.  ફિલ્મમાં તેમની સાથે દીયા મિર્જા હતી.  ત્યારબાદ બોલીવુડમાં માઘવને દિલ વિલ પ્યાર વ્યાર,  રંગ દે બસંતી, મુંબઈ મેરી જાન, તનુ વેડ્સ મનુ, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ અને સાલા ખડ્ડુસ સહિત અન્ય ફિલ્મો કરી. 
 
પોતાની જ સ્ટુડેંટ સાથે પ્રેમ 
 
અભ્યાસ પુરો કર્યા પછી માઘવન જુદા જુદા સ્થાન પર વર્કશોપ્સમાં કમ્યુનિકેશન અને પબ્લિક સ્પિકિંગ શિખવાડતા હતા. આવુ જ એકવાર 1991માં મહારાષ્ટ્રમાં વર્કશોપ દરમિયાન તેમની મુલાકાત સરિતા બિરજે સાથે થઈ. જે હવે તેમની પત્ની છે. સરિતા પોતાના કજિનના કહેવા પર માઘવનની ક્લાસ અટેંડ કરવા પહોંચી હતી. વર્તમાન દિવસોમાં એ એયરહોસ્ટેસ બનવાની તૈયાર કરી રહી હતી. 
 
ખુશહાલ પરણેલી જીંદગી 
 
બસ અહીથી જ બંનેની લવ સ્ટોરી પણ શરૂ થઈ. કોર્સ પુરો કર્યા પછી સરિતા અને માઘવને એકબીજાને ડેત કરવી શરૂ કરી દીધી. આઠ વર્ષ ડેટ કર્યા પછી તેમને 1999માં લગ્ન કર્યા. સરિતએ કોસ્ટ્યુમ ડિઝાઈનરના રૂપમાં માઘવનની અનેક ફિલ્મો કરી છે. 2005માં તેમને એક પુત્ર વેદાંત થયો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નૈતિક પર લાગ્યો આરોપ - પત્ની નિશા રાવલની ફરિયાદ પર પહેલા ધરપકડ પછી કરણ મેહરાને મળી જામીન