Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

નૈતિક પર લાગ્યો આરોપ - પત્ની નિશા રાવલની ફરિયાદ પર પહેલા ધરપકડ પછી કરણ મેહરાને મળી જામીન

નૈતિક પર લાગ્યો આરોપ
, મંગળવાર, 1 જૂન 2021 (12:50 IST)
જાણીતા ટીવી અભિનેતા કરણ મેહરા જમીન પર મુક્ત થઈ ગયા છે. પત્ની નિશા રાવલની ફરિયાદ પછી પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. ગઈ રાત્રે નિશાએ કરણ મેહરા વિરુદ્ધ ગોરેગામમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યુ કે બંને વચ્ચે પારિવારિક વિવાદ થયો હતો.  
 
લાંબા સમયથી આવી રહ્યા હતા વિવાદના સમાચાર 
 
કરણ મેહરા અને નિશાની મેરિડ લાઈફમાં લાંબા સમયથી કશુ ઠીક નહોતુ ચાલી રહ્યુ. જો કે કરણે આ સમાચારોને માત્ર એક અફવા બતાવી હતી.  તેમનુ કહેવુ તુ કે બંનેનો સબંધ મજબૂત છે.  તેમને નથી ખબર કે આવા સમાચાર ક્યાથી આવી રહ્યા છે. 
 
2012માં કર્યા હતા લગ્ન 
 
ઉલ્લેખનીય છે કે કરણે અભિનેત્રી નિશા સાથે 24 નવેમ્બર 2012માં લગ્ન કર્યા હતા. બંનેયે એકબીજાને 6 વર્ષ સુધી ડેટિંગ કર્યુ.  વર્ષ 2017 માં તેમને એક પુત્ર થયો. 
 
નૈતિક બનીને થયા ફેમસ 
 
કરણે પોતના કેરિયરની શરૂઆત સ્ટાર પ્લસની સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' દ્વારા કરી હતી. તેમના પાત્રનુ નામ નૈતિક સિંઘાનિયા હતુ. આ સીરિયલ પછી તેઓ ઘેર ઘેર જાણીતા થયા હતા. ત્યારબાદ તેમને 'નચ બલિયે 5', ' નચ બલિએ શ્રીમાન વર્સેસ શ્રીમતી' અને 'બિગ બોસ 10'મા ભાગ લીધો હતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

kundali bhagya ની સીધી પ્રીતા બની Bold બેબ સ્વિમસૂટમાં શાવર લેતી આવી નજર